મીડિયા સામે આલિયા ના ના કરતી રહી છતાં મહેશ ભટ્ટે બધાને ખખડાવી નાખ્યા,વીડિયો વાયરલ

મહેશ ભટ્ટને એક પત્રકારે મહિલા વિશેનો સવાલ કર્યો હતો અને જાયા જેવી થઈ
By: admin   PUBLISHED: Tue, 10 Dec 2019 15:51:43 +0530 | UPDATED: Tue, 10 Dec 2019 15:51:43 +0530

મુંબઇ

બુધવારે મુંબઈમાં આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટની બૂક આઈ હેવ નેવર બીન (અન)હૈપીયરને લોન્ચ કરવામાં આવી. આ વખતે પૂજા ભટ્ટ સહિત ભટ્ટ પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં મહેશ ભટ્ટ, સોની રાજદન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ અને આલિયા એકસાથે જોવા મળ્યા હતા. આ સમયે પૂજા ભટ્ટે આલિયામાં પરિવારના અમુક ગુણ ન હોવાનું પણ કહ્યું.એ સિવાય આલિયાના પપ્પા મહેશ ભટ્ટ પણ એક વાત પર ભારે ગુસ્સે ભરાયા હતા.

માનસિક સ્વાસ્થ્ય વિષે વાતો કરતા મહેશ ભટ્ટે તેનો મિજાજ ગુમાવતા ઉંચા અવાજે બોલવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે આલિયા ભટ્ટ પણ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આમ પણ મહેશ ભટ્ટ જે હોય એ સામે જ બોલી દેવા માટે ઓળખીતા છે. બધાની હાજરીમાં ડિપ્રેશન, માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો ઉપર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જ મહેશ ભટ્ટને એક પત્રકારે મહિલા વિશેનો સવાલ કર્યો હતો અને જાયા જેવી થઈ હતી.ગુસ્સે થયેલા મહેશ ભટ્ટને સોની રાઝદાને પીઠ થપથપાવીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો એ પણ વીડિયોમાં જાઈ શકાય છે. આલિયાએ પણ વચ્ચે ના ના કરતી ટિપ્પણી કરી અને ચેતવણી આપી. આટલું થવા છતાં મહેશ ભટ્ટે મક્કમપણે પોતાનો મત જનતા સમક્ષ રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે તે નાની છોકરીને આ હિંસક સમાજમાં ભળી જવાની અપેક્ષા ન રાખી શકે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.