અક્ષય કુમારની સાથે કેટરીના ૧૦ વર્ષ બાદ ફરી નજરે પડશે

ભારત ફિલ્મ બાદ અક્ષય કુમારની સાથે કેટરીના ચમકશે
By: admin   PUBLISHED: Fri, 12 Jul 2019 17:28:01 +0530 | UPDATED: Fri, 12 Jul 2019 17:28:01 +0530

સુર્યવંશીમાં કામ કરવુ ઘરવાપસી જેવુ છે : કેટ

બોલિવુડની બાર્બી ગર્લ કેટરીના કેફ હવે ખિલાડી અક્ષય કુમારની સાથે ફરી એકવાર કામ કરી રહી છે. અક્ષય કુમારની સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ છે. તે અક્ષય કુમારની સાથે સુર્યવંશીમાં નજરે પડનાર છે. ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ આ બંનેની જોડી ચાહકોને ફરી જોવા મળનાર છે. તે લાંબા ગાળા બાદ અક્ષય સાથે કામ કરવાને લઇને ભારે ખુશ છે. તેમની જોડી રોહિત શેટ્ટીની નવી ફિલ્મ સુર્યવંશીમાં નજરે પડનાર છે. કેટરીના કેફે કહ્યુ છે કે સુર્યવંશીમા કામ કરવાની બાબત તેના માટે ઘરવાપસી સમાન છે. 
અક્ષય કુમાર અને કેટરીના કેફની જોડી વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે. જેમાં વેલકમ, સિંહ ઇઝ કિંગ, નમસ્તે લંડન, તીસ મારખા, અને દે દના દનનો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મોમાં કેટ અને અક્ષય કુમારની જોડીને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. કેટરીના કેફે કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ વાત પણ બદલાઇ નથી. અક્ષય કુમારની સાથે કામ કરવાની બાબત તેના માટે હમેંશા એવુ હોય છે જેમ તે ઘર વાપસીમાં પરત ફરી છે. અક્ષય કુમાર એક શાનદાર કો સ્ટાર છે. 
અક્ષય કુમાર પોતાના કામને લઇને સમર્પિત છે. તેને પોતાના કામને લઇને કેટલી ગંભીરતા છે તે તેમની એક્ટિગથી જોઇ શકાય છે. આજે અક્ષય કુમાર બોલિવુડમાં સૌથી વધારે કમાણી કરનાર સ્ટાર પૈકી એક છે. વિશ્વમાં એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારમાં અક્ષય એકમાત્ર  ભારતીય તરીકે છે. બોલિવુડમાં અક્ષય કુમારની ગણતરી એક એક્શન સ્ટાર સાથે વિતેલા વર્ષોમાં કરવામાં આવતી હતી. 
જો કે મોડેથી અક્ષય કુમારે અનેક યાદગાર કોમેડી ફિલ્મોમાં રોલ કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. હવે રોહિત શેટ્ટીની ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર એક્શન ફિલ્મમાં નજરે પડનાર છે. સુર્યવંશી ફિલ્મને લઇને તમામ ચાહકો ઉત્સુક દેખાઇ રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.