ગઠબંધનની આજે ઘોષણા થઇ શકે : માયા-અખિલેશની બેઠક

ઉત્તરપ્રદેશને લઇને થનાર મોટી જાહેરાત ઉપર નજર કેન્દ્રિત
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 14:04:58 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 23:29:37 +0530

ભાજપના પરિણામે અમે એક થઇ રહ્યા છે : અખિલેશ યાદવની અંતે કબૂલાત બેઠકોની વહેંચણીને લઇને પણ માયાવતી અને અખિલેશ દ્વારા જાહેરાત થશે

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં આવતીકાલે કોઇ મોટા ઘટનાક્રમની જાહેરાત થઇ શકે છે. આના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આવતીકાલે ઉત્તરપ્રદેશ માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. તેમના ગઠબંધનને લઇને સત્તાવાર જાહેરાતની રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે.

શનિવારના દિવસે માયાવતી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદ યોજનાર છે. જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. પત્રકાર પરિષદ આવતીકાલે બપોરે ૧૨ વાગે યોજનાર છે. જેમાં બેઠકોની વહેંચણીના સંબંધમાં પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

ઉત્તરપ્રદેશની રાજનીતિ માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક બની શકે છે. ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે જ્યારે બે દિગ્ગજ નેતા માયાવતી અને અખિલેશ એક સાથે મિડિયાની સામે આવનાર છે. તમામ પત્રકારોને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે. સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર  ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.

આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે  રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી  હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે કોંગ્રેસ મહાગઠબંધનનો હિસ્સો બનનાર નથી. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે.

પત્રકાર પરિષદ દરમિયાન કેટલીક અન્ય બાબતોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો ગઠબંધન કરાશે તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે. બીજી બાજુ આજે સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે, અમારી ગણતરી બિલકુલ યોગ્ય છે. ભાજપના કારણે જ અમે એક થઇ શક્યા છે.

પોતાના સંસદીય મતવિસ્તાર કન્નોજમાં ચૌપાલ લગાવીને  બેઠેલા અખિલેશે કહ્યું હતું કે, ગયા વર્ષે પ્રદેશની ત્રણ સીટો ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં અમારી શાનદાર જીત થઇ હતી. અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ સહિત ત્રણ સીટો ઉપર જીત મેળવી લીધી હતી. આ ચૂંટણીને તમામ પાર્ટીઓને ભાજપની સામે એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

અખિલેશે કહ્યું હતું કે, આ ગઠબંધન પણ હવે તુટશે નહીં. યોગીએ કહ્યું હતું કે, હવે સફળતા તરફ આગળ વધવાની જવાબદારી અમારી રહેલી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીના વિકાસ કાર્યમાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારના દિવસે લખનૌમાં પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.