પારિવારિક પરંપરા બાળકોમાં ખુબ ઉપયોગી : ઐશ્વર્યાનો મત

આરાધ્યામાં ઘણી બાબતો કુદરતી પણ છે : ઐશ્વર્યા રાય
By: admin   PUBLISHED: Wed, 07 Aug 2019 13:22:58 +0530 | UPDATED: Wed, 07 Aug 2019 13:22:58 +0530

ઐશ્વર્યા આરાધ્યાને લઇને ખુબ જ ગંભીર છે

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની ફિલ્મોમાં હવે વધારે સક્રિય દેખાઈ રહી નથી પરંતુ તેની ચર્ચા હજુ પણ જોવા મળે છે. બોલીવુડના ચાહકો અને બોલીવુડમાં રહેલા લોકો પણ નક્કરપણે માને છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાના પરિવાર સાથે વધુને વધુ સમય ગાળી રહી છે. સાથે સાથે વધુને વધુ પારિવારિક પરંપરા અદા કરી રહી છે.

ઐશ્વર્યા રાયના સંદર્ભમાં નજીકના લોકો કહે છે કે તે પોતાની પુત્રી આરાધ્ય સાથે વધુ સમય ગાળવા માટે ઇચ્છુક છે. આજ કારણસર તે મોટાભાગે આરાધ્યા સાથે જ મુસાફરી અને પ્રવાસ કરતી રહે છે. આરાધ્યા મોટી થઇ રહી છે જેથી તેની કેરિયરને લઇને પણ તે પહેલાથી જ ચિંતાતુર દેખાઈ રહી છે. તેનું કહેવું છે કે, તમિળ ફિલ્મ સાથે એન્ટ્રી કર્યા બાદ બોલીવુડમાં કેટલીક બાબતો તે સીખી ચુકી છે. તેનું કહેવું છે કે, ખુબ સારા લોકો સાથે બોલીવુડમાં કામ કરવાની તક મળી છે. પોતાની પુત્રીને પણ સારી બાબતો સિખવવાના પ્રયાસ કરી રહી છે.

અભિનેત્રીનું કહવું છે કે તે મોટભાગના અંતરરરાષ્ટ્રીય કાર્યક્રમમાં પોતાની પુત્રીને સાથે લઇને જાય છે. કારણ કે તે માને છે કે, વિશ્વની પરંપરાને સમજવા માટે પ્રવાસ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આજે વૈશ્વિક સમુદાય અમારા બાળકો માટે સમાજ તરીકે બની ગયા છે. આજ કારણસર તે આરાધ્યાને દરેક જગ્યાએ લઇ જવાનું પસંદ કરે છે. છેલ્લા ૧૫ વર્ષથી બ્યુટી બ્રાન્ડ તરીકે દુનિયામાં લોકપ્રિયતા જગાવી ચુકેલી અને અનેક મોટી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચુકેલી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ જગતમાં આઈકોનિક સ્ટાર બની ચુકી છે. બ્યુટીક્વીન ઐશ્વર્યાના પગલે અનેક નવી અભિનેત્રીઓ આગળ વધી રહી છે.

પોતાની પુત્રીના ઉછેરમાં એશ્વર્યા કોઇ કમી રાખવા માંગતી નથી. તેનું કહેવું છે કે, પોતાની પુત્રીમાં પરંપરા સામેલ કરવા માટે તે પ્રયાસ કરી રહી છે પરંતુ કેટલીક બાબત કુદરતીરીતે સામેલ થઇ રહી છે. તેનું એમ પણ કહેવું છે કે, સામાન્ય બાબતો પરિવારમાંથી આવે છે. બચ્ચન પરિવારની પરંપરા તમામ લોકો જાણે છે.

અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા ઐશ્વર્યાએ અનેક યાદગાર ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી જેમાં હમ દિલ દે ચુકે હૈ સનમ, તાલ, દેવદાસ, ગુરુ, જોધા અકબરનો સમાવેશ થાય છે. લગ્ન કર્યા બાદ બોલીવુડમાં બીજી ઇનિંગ્સ પણ એશ્વર્યા રાય રમી રહી છે જેના ભાગરુપે તે હાલમાં જ ફન્નેખાન નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. તે પહેલા તે કરણ જોહરની ફિલ્મ યે દિલ હૈ મુશ્કિલમાં નજરે પડી હતી. એશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યા પણ તમામનું ધ્યાન હવે ખેંચી રહી છે. આગામી મહિનામાં તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.