ગુજરાતમાં પણ મહાપુરુષોની જયંતિની રજાઓ રદ્દ કરાશે

ગુજરાત સરકાર કઈ-કઈ જયંતિ પર રજા રદ્દ કરી શકાય છે તેની સમીક્ષા કરી રહી છે, ટૂંકમાં થશે નિર્ણય :રૂપાણી
By: admin   PUBLISHED: Sat, 29 Apr 2017 11:20:25 +0530 | UPDATED: Mon, 01 May 2017 13:10:55 +0530

અમદાવાદ,

પહેલા ઉત્તરપ્રદેશ અને ત્યારબાદ  દિલ્હી હવે પછી ગુજરાતમાં પણ મહાપુરુષોની જન્મજયંતિએ મળતી રજાઓ બંધ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતું કે, સરકાર મહાપુરુષોની જન્મજયંતિ પર મળતી રજાઓ પર કાપ મુકવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મહાપુરુષોની જન્મજયંતિ પર મળતી રજાઓ બંધ કરવાનું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશંસનીય પગલુ લીધુ છે. આ પ્રકારના નિર્ણયથી અનેક માનવ કલાક બચાવી શકાય તેમ છે.  જેનાથી સરકારી કામકાજમાં ઝડપ આવશે.

રૂપાણીએ ઉમેર્યુ હતું કે ગુજરાત સરકાર પણ મહાપુરુષોની જન્મજયંતિ પર મળતી જાહેર રજાઓ અંગે ગંભીરતાથી વિચારી રહી છે.

મહત્વનુ છે કે, ભારતનું બંધારણ જ્યારે અસ્તિત્વમાં આવ્યુ ત્યારે એકમાત્ર ગાંધી જયંતિ પર રજાની જોગવાઈ હતી. જોકે ત્યારબાદ રાજકીય સમીકરણો અને સામાજિક માંગોને ધ્યાનમાં રાખીને એક બાદ એક તમામ મહાપુરુષોની જન્મજયંતિઓ પર રજાઓ જાહેર થતી ગઈ. જેના કારણે આજે સ્થિતિ એવી છે કે, વર્ષમાં ૧૫થી ૨૦ દિવસ જેવી રજાઓ મહાપુરુષોની જન્મજયંતિને લઈને આવે છે. જેના કારણે સરકારી કામકાજ ખોરવાય છે. તેમજ શાળા-કોલેજોમાં આ દિવસે જાહેર રજાઓના કારણે અભ્યાસ પણ ખોરંભે ચઢે છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે આ રજાઓ રદ્દ કરવાની એક અનોખી પહેલ કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.