આઇપીએલની જેમ ફુટબોલ લીગને પ્રોત્સાહન આપવાની જરૂર...

સતત સ્પર્ધાથી લોકપ્રિયતા વધશે
By: admin   PUBLISHED: Thu, 04 Apr 2019 17:35:25 +0530 | UPDATED: Thu, 04 Apr 2019 17:38:39 +0530

ક્રિકેટના કારણે યુવાનો તેની તરફ જે રીતે આકર્ષિત થઇ રહ્યા છે તેવી જ રીતે ફુટબોલમાં પણ વધુને વધુ ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે

ક્રિકેટની સરખામણીમાં ફુટબોલ પાછળ રહી જવા માટેના કેટલાક કારણો રહેલા છે. આનુ એક કારણ તો પ્રચાર અને પ્રસારની તરફ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. પૂર્વ ભારતીય કેપ્ટન અને નિષ્ણાંત મગનસિંહ રાજવી માને છે કે જે રીતે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે તેવી જ રીતે ફુટબોલમાં પણ આયોજન કરવામાં આવે તે જરૂરી છે. સતત સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવશે તો જ ભારતીય ટીમ વધારે શાનદાર દેખાવ કરવા માટે તૈયાર થઇ શકશે. મોટા પાયે આયોજન જરૂરી છે.

ક્રિકેટના કારણે યુવાનો તેની તરફ ખેંચાયા છે અને તેમાં પૈસા પણ બનાવી રહ્યા છે. જે રીતે આઇપીએલનુ આયોજન ક્રિકેટમાં કરવામાં આવ્યા બાદ ઉભરતા ખેલાડીઓને પોતાની કુશળતા સાબિત કરવાની તક મળી છે તેવી જ રીતે ફુટબોલમાં પણ જુદી જુદી લીગનુ આયોજન કરવામાં આવી શકે છે. આના કારણે જોરદાર ફાયદો થઇ શકે છે. ફુટબોલમાં રાષ્ટ્રીય સ્તર પર ખેલાડી જોરદાર રીતે ઉભરીને સપાટી પર આવશે. પહેલા દેશમાં ફુટબોલને લઇને રાષ્ટ્રીય સ્તર પર કેટલીક સ્પર્ધા યોજાતી હતી પરંતુ હવે ધીમે ધીમે તે પણ બંધ થઇ ગઇ છે.

બીજુ કારણ છે કે સરકારી વિભાગોમાં આ કેલને લઇને કોઇ પણ પ્રકારની પ્રોત્સાહન યોજના રાખી નથી. લગભગ તમામ સરકારી વિભાગોમાં ખેલને લઇનેો ક્વોટા શુન્ય જેવી સ્થિતીમાં આવી ગયા છે. જેથી લોકોની ઇચ્છાશક્તિ પણ ઘટવા લાગી ગઇ છે. બીજી બાજુ યુવા પેઢી ભારતમાં ક્રિકેટ સિવાય અન્ય કોઇ ખેલ તરફ વધારે પ્રેરિત થઇ રહી નથી. હાલના વર્ષોમાં ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને અન્ય ક્ષેત્રમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરીને વિશ્વ મંચ પર પોતાની હાજરી પુરવાર કરી રહી છે ત્યારે ફુટબોલમાં હજુ ઉદાસીનતા દેખાય છે.

ક્રિકેટમાં ભરપુર પૈસા અને ઉજ્જવળ ભાવિ નજરે પડે છે. સ્થિતી બદલી નાંખવા માટે ક્રિકેટમાં જે રીતે આઇપીએલની શરૂઆત કરવામાં આવી છે તેવી જ રીતે ભારતમાં ફુટબોલ લીગની પણ શરૂઆત કરવાના પ્રયાસ કરવા જોઇએ. જેમાં દિગ્ગજોને બોલાવી શકાય છે. જમીની સ્તર પર ફુટબોલને પ્રોત્સાહન આપવા માટે દરેક જિલ્લામાં સરકારી સ્તર પર એકેડમી ખોલી શકાય છે. યોગ્ય તાલીમ પામેલા પ્રોફેશનલ કોચને રોકીને યુવાનોને તૈયાર કરી શકાય છે.

બાળપણથી ફુટબોલની નાની નાની ચીજો શિખવાડવામાં આવે તે જરૂરી છે. દરેક રાજ્ય સ્તર પર પોતાની ક્લબ હોવી જોઇએ. હાલમાં જે એસોસિએશન છે તે સંપૂર્ણ પણે નિષ્ક્રિય છે. આ તમામની સાથે સાથે આને રોજગાર સાથે જોડી દેવામાં આવે તે પણ ઉપયોગી બાબત છે. દરેક સરકારી વિભાગોમાં ફુટબોલ માટે ક્વોટા નક્કી કરી શકાય છે. જેના મારફતે રોજગારીઆપી શકાય છે. કોરિયા જેવા દેશમાં સ્કુલથી જ બાળકોને સેના પાસેથી ટ્રેનિંગ આપવામાં આવે છે. જેનો લાભ તેમને મળે છે.

ભારતમાં બંગાળ, ગોવા અને કેરળમાં ફુટબોલની કેટલાક અંશે લોકપ્રિયતા છે. પરંતુ રાજસ્થાન જેવા મોટા ભાગના રાજ્યોમાં તેની લોકપ્રિયતા નહીંવત સમાન છે. કોઇ પણ પ્રકારની સ્પર્ધાનુ આયોજન પણ કરવામાં આવી રહ્યુ નથી. જાણકાર લોકો કહે છે કે ભારતીય ટીમમાં પણ કુશળ ફુટબોલ સ્ટાર ભેગા થઇ શકે છે પરંતુ નીચલા સ્તરથી ટ્રેનિંગ અને પુરતી તૈયારી તક મળે તે જરૂરી છે. જે રીતે ક્રિકેટમાં અંંડર-૧૯,૧૭ અને ૧૫માં રમીને ખેલાડી ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પહોંચી શક્યા છે અને નામ કમાવી રહ્યા છે તેવી જ રીતે ફુટબોલમાં પમ તૈયારી જરૂરી બની છે. ક્રિકેટમાં વિરાટ કોહલી સહિતના વિશ્વના ધરખમ ખેલાડી પણ નીચલા સ્તરે જોરદાર તૈયારી કરીને રાષ્ટ્રીય ટીમમાં આવ્યા છે. ફુટબોલમાં પણ આવી સફળતા હાંસલ કરી શકાય છે.

ટોપ પાંચ ફુટબોલર: માર્કેટ વેલ્યુ હજારો કરોડમાં છે

દુનિયામાં કેટલાક ખેલાડીની માર્કેટ વેલ્યુ હજારો કરોડોમાં છે. જે નીચે મુજબ છે

નામ/…માર્કેટ વેલ્યુ

લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) /…૧૪૪૧ કરોડ

નેમાર જુનિયર (બ્રાઝિલ) /…૧૪૪૧ કરોડ

કેવિડ ડે બ્રુન (બેલ્જિયમ) /…૧૨૦૩ કરોડ

હેરી કેન (ઇંગ્લેન્ડ) /…૧૨૦૩ કરોડ

મોહમ્મદ સલાહ (ઇજિપ્ત) /…૧૨૦૩ કરોડ

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.