અફઘાનિસ્તાનના ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

ઈકરામ વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી કરનાર પહેલો વિકેટ કીપર બન્યો
By: admin   PUBLISHED: Fri, 05 Jul 2019 22:52:27 +0530 | UPDATED: Fri, 05 Jul 2019 22:52:27 +0530

નવીદિલ્હી

અફગાનિસ્તાનના એક યુવા ખેલાડીએ ક્રિકેટના ભગવાન કહેનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ ખેલાડીનું નામ છે ઈમરાન અલી ખીલ. ઈકરામ  વિકેટકીપર અને બેટ્‌સમેન છે. ઈકરામે ગુરૂવારે વેસ્ટ ઈન્ડીઝની વિરૂદ્ધ રમવામાં આવેલા વર્લ્ડ કપ ૨૦૧૯ના પોતાની છેલ્લી મેચમાં ૮૬ રનોની શાનદાર ઇનિંગ રમી હતી. તેની સાથે તે કોઈ પણ વર્લ્ડ કપમાં આટલા રન બનાવનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામ પર હતો. સચિનને ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ન્યૂજીલેન્ડની વિરૂદ્ધ ૮૪ રન બનાવ્યા હતા. તે સમયે સચિનની ઉંમર ૧૮ વર્ષ અને ૩૨૩ દિવસ હતી.જ્યારે વર્લ્ડ કપ શરૂ થઈ હતી ત્યારે ઈકરામ અલી અફધાનિસ્તાન ટીમનો હિસ્સો ન હતો. તેને રિપ્લેસમેન્ટ તરીકે ઈંગલેન્ડ બોલાવવામાં આવ્યો હતો.

આ ટીમના વિકેટકીપર મોહમ્મદ શહજાદ ઈજાના કારણે બહાર થઈ ગયો. તેમની જગ્યાએ ઈકરામને મોકો આપવામાં આવ્યો.વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ બનાવવામાં આવેલા ૮૬ રનો સિવાય પણ ઈકરામે એક બે સારી ઇનિંગો રમી.ઈકરામ વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી કરનાર પહેલો વિકેટ કીપર બન્યો. પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના મુશફિકુર રહીમના નામ પર હતો જેમણે ૨૦૦૭ વર્લ્ડ કપમાં ૧૯ વર્ષ ૨૪૬ દિવસની ઉમરમાં અડધી સદી લગાવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.