વિશ્વ કપ ૨૦૧૯: અફઘાનિસ્તાન હારી સૌથી વધુ મેચ, બની ગયો શરમજનક રેકોર્ડ

અફઘાનિસ્તાને ૯ લીગ મેચ રમી અને તમામમાં તેનો પરાજય થયો
By: admin   PUBLISHED: Sat, 06 Jul 2019 00:20:08 +0530 | UPDATED: Sat, 06 Jul 2019 00:20:08 +0530

લંડન

વિશ્વ કપ ૨૦૧૯મા એક ટીમનો એવો હાલ થયો કે તેણે એક પણ પોઈન્ટ મેળવ્યો નથી. વિશ્વ કપની ૧૨મી અને પોતાની બીજી સિઝન રમનારી અફઘાનિસ્તાને ૯ લીગ મેચ રમી અને તમામમાં તેનો પરાજય થયો.

આ રીતે વિશ્વ કપ ૨૦૧૯ના પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અંતિમ સ્થાનથી ક્યારેય ઉપર ન આવી કારણ તે ન તો અફઘાનિસ્તાન કોઈ મેચ જીત્યું ન તો તેની કોઈ મેચ રદ્દ થઈ.અફઘાનિસ્તાનની હારના ઘણા કારણ હોઈ શકે છે પરંતુ અફઘાનિસ્તાને વિશ્વ કપની એક સિઝનમાં સૌથી વધુ મેચ હારવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિશ્વ કપ પહેલા અફઘાનિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવેલ ગુલબદીન નાઈબની આગેવાનીમાં અફઘાની ટીમ એટલું ખરાબ પ્રદર્શન કર્યું કે, ટીમ સતત નવ મેચ હારી ગઈ છે.

આ પહેલા એક વિશ્વકપમાં કોઈ ટીમ સતત આટલી મેચ હારી નથી.અફઘાનિસ્તાન પહેલા શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને કેન્યા જેવી ઘણી ટીમ વિશ્વ કપની એક સિઝનમાં ૬-૬ મેચ હારી છે. પરંતુ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું કે, એક ટીમ સતત ૯ મેચ હારી છે. મહત્વનું છે કે, અફઘાનિસ્તાને વિશ્વ કપના ઈતિહાસમાં અત્યાર સુધી ૧૫ મેચ રમી છે, જેમાંથી તે એક મેચ માત્ર ૨૦૧૫ના વિશ્વ કપમાં જીત્યું હતું.

અફઘાનિસ્તાને વર્ષ ૨૦૧૫ના વિશ્વ કપમાં પોતાની ત્રીજી મેચ જીતી હતી. મોહમ્મદ નબીની આગેવાનીમાં નબીની આગેવાનીમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને એક વિકેટથી પરાજય આપ્યો હતો. વિશ્વ કપની ત્રીજી મેચ જીત્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે ૧૨ મેચ રમી છે અને તેણે ૧૨ મેચોમાં અફઘાની ટીમ તમામ મેચ હારી છે. આ વર્ષે તો વધુ ખરાબ પ્રદર્શન રહ્યું છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.