ખરેખર પીએમ મોદી એક પાવરફૂલ નેતા છે : રજનીકાંત

જો ૧૦ પાર્ટીઓ કોઈ એક વિરુદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધુ શક્તિશાળી છે તે સમજી લેવુ જોઈએ
By: admin   PUBLISHED: Tue, 13 Nov 2018 20:32:19 +0530 | UPDATED: Tue, 13 Nov 2018 20:32:19 +0530

રજનીકાંતના નિવેદનને લઈ રાજકીય માહોલ ગરમાયો

દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતના નિવેદનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ૨૦૧૯માં લોકસભાની ચુંટણીમાં તે પીએમ નરેન્દ્ર મોદીનો સાથ આપશે કે વિરોધી ગઠબંધનનો એ વાત હજી સુધી સ્પષ્ટ નથી, પરંતુ રજનીકાંતે મોદીને મજબુત નેતા ગણાવતા આ અટકળોને વધુ વેગ આપી દીધો છે.

રજનીકાંતનું કહેવુ છે કે, જો ૧૦ પાર્ટીઓ કોઈ એક વિરુદ્ધ મળીને ગઠબંધન રચી રહી છે તો કોણ વધારે શક્તિશાળી છે તે સમજી લેવુ જોઈએ. જોકે, રજનીકાંતે પોતાની સ્પષ્ટતામાં એમ પણ કહ્યુ હતું કે, ભાજપ વિપક્ષ માટે ખતરનાક છે.

૨૦૧૯માં ચુંટણી અંગે રજનીકાંતને પૂછવામાં આવ્યુ કે, મહાગઠબંધન બનામ પીએમ મોદીમાં તમને કોને વધારે શક્તિશાળી માનો છો? તે સમયે તેમણે ભાજપ કે પીએમ મોદી માટે કોઈપણ પ્રકારના નિવેદન આપવાની ના પાડી હતી.

પરંતુ તેમણે જણાવ્યુ હતું કે, ૧૦ પાર્ટીઓ કોઈ એક સામે ચુંટણી લડવા  માટે મહાગઠબંધનથી જોડાય તો તમે પણ સમજી શકો છો કે કોણ વધુ શક્તિશાળી છે. રજનીકાંતે પોતાના નિવેદનની પુષ્ટી પણ આપી હતી કે ખરેખર, પીએમ મોદી પાવરફુલ છે કારણકે જે રીતે વિપક્ષ કોઈ એક વિરુદ્ધ ગેંગ બનાવી રહી છે તે પરથી કોઈપણ અંદાજો લગાવી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.