તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદ કપુરની સાથે ખુબસુરત અડવાણી નજરે પડશે : અહેવાલ

કેરા અડવાણી શાહિદ સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 20:49:28 +0530 | UPDATED: Sat, 13 Apr 2019 20:49:28 +0530

૨૧મી જુનના દિવસે ફિલ્મ રજૂ કરી દેવાશે

શાહિદ કપુરની ફિલ્મ કબીર સિંહનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં શાહિદ કપુરની સાથે ખુબસુરત કેરા અડવાણી નજરે પડનાર છે.  ફિલ્મ આ વર્ષે ૨૧મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને પ્રમોશનની પ્રક્રિયા ચાલી રહી છે. શાહિદ કપુરની ખુબ લાંબા સમય બાદ કોઇ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. જેમાં તે એક અલગ રોલમાં નજરે પડનાર છે. અડવાણી પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે.  વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી તેલુગુ સુપરહિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદની સાથે અડવાણી કામ કરી રહી છે.  તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોન્ડાએ મુખ્ય ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની હિન્દી રીમેકમાં તેની ભૂમિકા શાહિદ કપુર અદા કરનાર છે.

વિજયને આ વર્ષે ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જ્યારે કેરા અર્જુન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર શાલિની પાન્ડેની ભૂમિકામાં નજરે પડનાર છે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મની પટકથાને ઉત્તર ભારતની ઓડિયન્સની દ્રષ્ટિએ તૈયાર કરવામાં આવી છે. . લીડ અભિનેત્રીના નામ પર જાન્હવી કપુર અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી.

આખરે કેરાપર પસંદગી ઉતારી દેવામાં આવી હતી. કાસ્ટિગ માટે આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો. અર્જુન રેડ્ડીનુ નિર્દેશન કરનાર સંદીપ વાંગા જ હિન્દી ફિલ્મની રીમેક પણ બનાવશે. આ રીમેકની સાથે તે પોતાની હિન્દી  ફિલ્મની કેરિયર શરૂ કરનાર છે. એમ કહેવામાં આવે છે કે આ તેલુગ ફિલ્મના રાઇટ્‌સ મેળવી લેવા માટે નિર્માતા અશ્વિન વર્દે અને મુરાદ ખેતાનીએ જંગી નાણાંની ઓફર કરી હતી. ફિલ્મમાં શાહિદ કપુર એક સર્જનની ભૂમિકા અદા કરનાર છે.ફિલ્મને લઇન કેરા અડવાણીની સાથે સાથે શાહિદ કપુર પણ ભારે આશાવાદી બનલો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.