એક જ ઇન્જેક્શનથી ખીલ દુર

વૈજ્ઞાનિકો-તબીબોની ક્રાન્તિકારી શોધ પર કામ...
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 15:45:28 +0530 | UPDATED: Mon, 10 Jun 2019 15:45:28 +0530

પોલિયોની રસી અને ઇન્જેક્શનના કારણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. હવે એવા ઇન્જેક્શનની એન્ટ્રી થવા જઈ રહી છે જે આવી ખતરનાક બીમારીના ઉપચારમાં ઉપયોગી થશે નહીં પરંતુ આનાથી સૌથી મોટી ટેન્શન દૂર થશે. દુનિયામાં દરેક જગ્યા પર ખીલના કારણે લોકો પરેશાન થયેલા છે. આના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થયો છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ આના લીધે ખૂબ પરેશાન છે. હવે વૈજ્ઞાનિકો આના માટે એક ઇન્જેક્શન લાવવાની તૈયારીમાં છે જે તમામ પ્રકારના ખીલ દૂર કરશે. દુનિયાની વેક્સિન બનાવનાર મોટી કંપનીએ યુનિવર્સિટી ઓફ કેલિફોનિયાના સહકારથી આ ઇન્જેક્શન લાવવાની તૈયારી કરી છે.

લેબના એક વૈજ્ઞાનિકે માહિતી આપતા જણાવ્યું છે કે ખીલ યુવા પેઢીની એક મોટી તકલીફ છે. દુનિયામાં ૮૫ ટકા યુવક-યુવતીઓ આના લીધે પરેશાન છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટૂંક સમયમાં ખીલથી મુક્તિ અપાવનાર એક ઇન્જેક્શન વાસ્તવિકતા બની જશે. અમે અનેક પ્રકારની ક્રિમથી પણ મુક્તિ મળી જશે. આના માટે નવો તરીખો વિકસાવામાં આવી રહ્યો છે. નવા તરીખા મારફતે સીધા એ પ્રોટીનની સારવાર કરવામાં આવશે. જેનો બેક્ટેરિયા ખીલ બનાવામાં ઉપયોગ કરે છે.

આ ઇન્જેક્શનમાં કયા ઘટક તત્વોનો ઉપયોગ કરવામાં આવશે અને તે કેટલા સમયમાં બજારમાં આવી જશે તે અંગે વધારે માહિતી આપવામાં આવી નથી પરંતુ આ અહેવાલ બજારમાં આવતાની સાથે નવી આશા જાગી છે. ખીલના કારણે દુનિયાના દેશોમાં યુવક-યુવતીઓ પરેશાન થયેલા છે. વારંવાર આના ઉપચારના તરીકાઓ અને કંપનીઓ નવી નવી કોસ્મેટિક ચીજો બજારમાં લાવે છે પરંતુ કોઈપણ કોસ્મેટિક ૧૦૦ ટકા ઉપયોગી સાબિત થઈ રહી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.