સુરત: પોલિસ કસ્ટડીમાં આરોપીને માર મારતા ગંભીર,પીઆઇ સહિત સાત પોલિસકર્મીઓ સામે ગુનો દાખલ

સુરતના ખટોદરા પોલિસ સ્ટેશનમાં આરોપી સાથે થર્ડ ડીગ્રી ઉપયોગ કરવાનો પીઆઇ સામે આરોપ
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 16:15:29 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:40:06 +0530


સુરત 

સુરતમાં ખટોદરા પોલિસ સ્ટેશનની કસ્ટડીમાં લેવાયેલા એક આરોપીની હાલત ગંભીર થતાં સાત પોલિસકર્મીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલિસકર્મીના થર્ડ ડીગ્રી ટોર્ચરના કારણે આરોપી યુવકની હાલત ગંભીર થઇ છે અને તેને હોસ્પિટલના વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે.

સુરતના ખટોદરા પોલિસ સ્ટેશનમાં ઓમપ્રકાશ પાંડે નામના યુવકને ચોરીના આરોપસર લાવવામાં આવ્યો હતો.મુળ ઉત્તરપ્રદેશના મેંઠડા ગામનો રહેવાસી ઓમપ્રકાશને પોલિસકર્મીઓએ ગેરકાનુની રીતે પોલિસ કસ્ટડીમાં લીધો હતો.

પોલિસ કસ્ટડીમાં આવેલા ઓમપ્રકાશની તબિયત અચાનક ખરાબ થતાં તેને સીવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જો કે  સીવીલ હોસ્પિટલમાં વેન્ટીલેન્ટર નહીં હોવાને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

ઓમપ્રકાશની હાલત ગંભીર થતાં આખો મામલો સામે આવ્યો હતો.

શુક્રવારે સાંજે ઓમપ્રકાશના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલિસ કમિશનર સતીશ શર્માએ ડીસીપી વિધી ચૌધરીને તપાસ સોંપી હતી.ડીસીપી વિધી ચૌધરીની તપાસમાં એવું સામે આવ્યું હતું કે ઓમપ્રકાશ સાથે કસ્ટડીમાં મારપીટ કરવામાં આવી હતી.ઓમપ્રકાશના શરીર પર પણ મારના નિશાન મળ્યા હતા.

વિધી ચૌધરીની તપાસ બાદ ખટોદરા પોલિસ સ્ટેશનના સાત પોલિસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,જેમાં પોલિસ ઇન્સપેક્ટર એમબી ખીલેરી પીએસઆઇ સીપી ચૌધરી સહિત  સર્વેલન્સ સ્ટાફના પાંચ પોલિસ કર્મીઓ સામે ઓમપ્રકાશના ભાઇ રામગોપાલ પાંડેની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પોલિસકર્મીઓ સામે ગુનો દાખલ થતાં તેઓ ફરાર થઇ ગયા હતા.જો કે હવે તેમન સામે ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.