સમલૈંગિક સંબંધોના લીધે થઈ હતી આપ નેતાની હત્યા

પોલીસ પૂછપરછમાં આરોપી તૈયબે જણાવ્યુ કે, આશરે દોઢ વર્ષથી તેના નવીન સાથે સમલૈંગિક સંબંધ હતા
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 19:58:11 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 19:58:11 +0530

નવીન દાસની હત્યા મામલે ખુલાસો

આમ આદમી પાર્ટી (આપ) દિલ્હીના નેતા નવીન દાસની હત્યા સમલૈંગિક સંબંધોના કારણે થઈ હોવાનો ખુલાસો થયો છે. ગાઝિયાબાદ પોલીસે આ કેસનો ખુલાસો કરતા કહ્યુ કે, હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યુ કે, ધરપકડ કરવામાં આવેલ આરોપીઓના નામ તૈય્યબ, તાલિબ અને સમર ખાન છે. તેમની પાસેથી ૪ લાખ ૮૫ હજાર રુપિયા, નવીનનો આઈફોન, અન્ય પેપર, સ્કૂટી, ૩ મોબાઈલ સહિત અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

પૂછપરછમાં તૈયબે જણાવ્યુ કે આશરે દોઢ વર્ષથી તેના નવીન સાથે સમલૈંગિક સંબંધ હતા. બન્ને દિલ્હીમાં ગે પાર્ટી પણ આયોજિત કરતા હતા. થોડા સમયથી નવીન તેના પર લિવ ઈનમાં રહેવા માટે દબાણ બનાવતો હતો. આમ ન કરવા પર તેણે સંબંધો અંગે પરિવારને બતાવવાની ધમકી આપી હતી. આજ ભયના કારણે તેણે હત્યા કરી. એસએસપીનું કહેવુ છે કે હજી મામલાના અન્ય પાસાઓની તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, નવીન અને તૈયબની મુલાકાત દોઢ વર્ષ પહેલા એક ગે પાર્ટીમાં થઈ હતી. ત્યારબાદ બન્ને રીલેશનશિપમાં આવી ગયા હતા. બન્ને વચ્ચે નિકટતા વધ્યા બાદ તે દેશમાં કેટલાક સ્થળે ફરવા પણ ગયા. આ દરમિયાન તે દિલ્હીમાં ગે પાર્ટી પણ આયોજિત કરતા હતા. આ પાર્ટીમાં સામેલ થવા માટે લોકો પાસેથી ઘણા રુપિયા પણ વસુલ કરવામાં આવતા હતા. તૈયબ ઈવેન્ટ આયોજનનુ કામ પહેલાથી જ કરતો હતો. નવીન આમાં તેની મદદ લેવા લાગ્યો. બન્ને મળીને પાર્ટીમાં સમલૈંગિક યુવાનોને મોકલવાની સાથે જ પોતે પણ સામેલ થતા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.