સાતમાં તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં

૯૬ મહિલા ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરાશે : અંતિમ તબક્કામાં રાષ્ટ્રીય રાજકીય પક્ષોના ૧૬૨ ઉમેદવારો છે
By: admin   PUBLISHED: Tue, 14 May 2019 15:38:37 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:27:39 +0530

આઠ રાજ્યોની ૫૯ સીટ પર મતદાન થશે

સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હવે પ્રચારમાં વ્યસ્ત બની ચુક્યા છે. સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થનાર છે. આ તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. જેમાં ૯૬ મહિલા ઉમેદવારો પણ રહેલી છે. રાજકીય તમામ પક્ષો છેલ્લા તબક્કાની ચૂંટણીમાં વધુને વધુ સીટ પર જીત મેળવી લેવા માટે દાવ લગાવી રહ્યા છે.

જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. જ્યારે ૬૯ ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આવી જ રીતે આ તબક્કામાં ૩૭૨ ઉમેદવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના પણ છે. જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૩૧૫ નોંધાઇ છે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં શિરોમણી અકાળી દળના સુખબીર સિંહ બાદલની સંપત્તિ ૨૧૭ કરોડની નોંધાઇ છે.

આવી જ રીતે પંજાબના ભટિન્ડા બેઠક પરથી ઉમેદવાર હરસિમરતકૌરની સંપત્તિ પણ ૨૧૭ કરોડની નોંધાઇ છે. આ તબક્કાની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે અપક્ષ ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે તેમની સંપત્તિ પૈકી વધારે સંપત્તિ નોંધાઇ છે. ૩૧૩ અપક્ષ ઉમેદવારો પૈકી ૫૯ અપક્ષ ઉમેદવારો કરોડપતિ નોંધાયા છે. આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર બિહારના પાટલીપુત્રના રમેશ કુમાર શર્માની સંપત્તિ ૧૧૦૭ કરોડ નોંધાઇ છે.

મતદાનને લઇને પ્રચારની પ્રક્રિયા જોરદાર રીતે ચાલી રહી છે. મતદાનના ૪૮ કલાક પહેલા સુધી ચૂંટણી પ્રચાર જારી રહેશે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. બિહારના પાટલીપુત્ર બેઠક પરથી રમેંશ કુમાર શર્માની સંપત્તિ સૌથી વધારે છે. કરોડોની સંપત્તિ પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવે છે.

સાતમા અને અંતિમ તબક્કામાં કુલ જે ઉમેદવારો છે તેમના ભાવિનો ફેંસલો કરવા માટે મતદારો ઉત્સુક બનેલા છે. હજુ સુધી છ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં સરેરાશ ૬૦ ટકાથી વધારે મતદાન નોંધાયુ છે..

સાતમાં તબક્કાનુ ચિત્ર

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં હવે મતદાન યોજાનાર છે. સાતમા તબક્કામાં રહેલા ઉમેદવારોમાં કરોડપતિની સંખ્યા પણ વધારે છે.  સાતમા તબક્કાનુ ચિત્ર નીચે મુજબ છે.

સાતમાં તબક્કામાં રાજ્યો/…આઠ રાજ્યો

સાતમાં તબક્કામાં સીટ/…૫૯

સાતમાં તબક્કામાં ઉમેદવાર/…૯૧૮

સાતમાં તબક્કામાં મહિલા ઉમેદવાર/…૯૬

રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર/…૧૬૨

રાજ્ય સ્તરની પાર્ટીના ઉમેદવાર/…૬૯

નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પાર્ટીના ઉમેદવાર/…૩૭૨

અપક્ષ ઉમેદવારોની સંખ્યા/…૩૧૫

ઉમેદવારોની વય શુ છે..સાતમાં ચરણમાં ઉમેદવારોની વય

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં હવે મતદાન યોજાનાર છે.સાતમાં અને અંતિમ તબક્કામાં ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો ૫૩૭ ઉમેદવારોની વય ૨૫ વર્ષથી લઇને ૫૦ વર્ષ વચ્ચેની છે. અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થનાર છે. આ તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. જેમાં ૯૬ મહિલા ઉમેદવારો પણ રહેલી છે. રાજકીય તમામ પક્ષો છેલ્લા તબક્કાની ચૂંટણીમાં વધુને વધુ સીટ પર જીત મેળવી લેવા માટે દાવ લગાવી રહ્યા છે. જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. સાતમાં તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારોની વય નીચે મુજબ છે

૨૫થી ૫૦ વર્ષની વચ્ચેના ઉમેદવાર/…૫૩૭

૫૧થી ૮૦ વર્ષની વયના ઉમેદવાર/…૩૬૬

૮૦થી ઉપરની વયના ઉમેદવાર/…૦૩

ભાજપે મેદાનમાં ઉતારેલા ઉમેદવાર/…૪૪

કોંગ્રેસે ઉતારેલા ઉમેદવારો/…૪૬

પહેલાથી સાતમાં ચરણ સુધી ચિત્ર શુ રહ્યુ છે....કુલ ઉમેદવારો ૮૦૪૯ નોંધાયા છે

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે હવે મતદાન યોજાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. સાતમાં તબક્કામા કુલ કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. પહેલાથી સાત તબક્કા સુધીના ચિત્રની વાત કરવામાં આવે તો પણ આંકડા જાણી શકાય છે. પહેલાથી સાતમાં તબક્કા સુધી કુલ ૮૦૪૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. પહેલાથી સાતમા તબક્કા સુધ ચિત્ર નીચે મુજબ રહ્યુ છે.

કુલ ઉમેદવારોની સંખ્યા/…૮૦૪૯

કુલ મહિલા ઉમેદવારની સંખ્યા/…૭૧૭

કુલ ઉમેદવાર પર અપરાધિક કેસ/…૧૯ ટકા

કુલ  કરોડપતિ ઉમેદવારો/…૨૯ ટકા

ઉમેદવારોની સરેરાશ સંપત્તિ/…૪.૧૪ કરોડ

અપક્ષ ઉમેદવારોની સંખ્યા/…૩૧૫

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.