મોદી સરકારના 22 મંત્રીઓ પર ક્રિમીનલ કેસો,51 મંત્રીઓ કરોડપતિ

નવી રચાયેલી મોદી સરકારના મંત્રીઓ પર સીરીયસ પ્રકારના ગુનાઓ દાખલ થયા છે
By: Monika Vyas   PUBLISHED: Sat, 01 Jun 2019 18:04:05 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:40:57 +0530

અમદાવાદ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. નવી રચાયેલી મોદી સરકારમાં કુલ 56 મંત્રીઓમાંથી 22 મંત્રીઓ પર ક્રિમીનલ કેસો દાખલ થયા છે આમાંથી 16 મંત્રીઓ પર ખુનનો પ્રયાસ અને કોમો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા જેવા ગંભીર પ્રકારના ગુના છે.

 નેશનલ ઇલેક્શન વોચ એન્ડ એસોસિએશન ફોર ડેમોકેટિક્સ રિફોર્મ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે.

 ગુનાખોરીમાં ગાંધીનગરથી ચૂંટાયેલા અને મોદી સરકારમાં નંબર ટુ ગણાતા અમિત શાહ પર 4 ગંભીર પ્રકારના ગુના દાખલ થયા છે,જ્યારે બિહારના બેગુસરાઇથી ચૂંટાયેલા ગીરીરાજ સિંહ પર  સૌથી વધુ 9 ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. 

 આ લીસ્ટમાં ઓડીશાના બાલાસોરમાંથી ચૂંટાયેલા પ્રતાપ ચંદ્ર સારંગી પર સૌથી વધુ 15 ગુનાઓ દાખલ થયા છે,જેમાં 7 સીરીયસ પ્રકારના ગુનાઓ છે.વેસ્ટ બંગાળમાં આરસોનલથી ચૂંટાયેલા બાબુલ સુપ્રિયો પર 13 ગુનાઓ દાખલ થયા છે.

 

51 પ્રધાનો કરોડપતિ

 

જો કરોડપતિ ઉમેદવારોની વાત કરીએ તો નવી સરકારમાં ૫૧ પ્રધાન કરોડપતિ છે.

આમાંથી સૌથી અમીર પ્રધાન તરીકે શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર છે. તેમની સંપત્તિ ૨૧૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

 

 

 હરસિમરત કૌરની સંપત્તિ સૌથી વધુ છે ત્યારબાદ બીજા સ્થાન પર મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા સાંસદ પિયુષ ગોયલની સંપત્તિ ૯૫ કરોડ રૂપિયાની આસપાસની છે. ગુરૂગ્રામથી ચૂંટાયેલા રાવ ઇન્દ્રજીતની સંપત્તિ ૪૨ કરોડ રૂપિયા છે. તેઓ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. ત્યારબાદ ચોથા નંબર પર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ગાંધીનગરમાંથી સાંસદ અમિત શાહ છે. તેમની સંપત્તિ ૪૦ કરોડ રૂપિયાની આસપાસ છે.

 

સંપત્તિના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં ૪૬માં સ્થાન પર છે. તેમની પાસે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે. આશરે દસ પ્રધાનોની પાસે મોદી કરતા ઓછી સંપત્તિ છે. જેમાં બિકાનેરના સાંસદ અર્જુનરામ મેઘવાલ, મધ્યપ્રદેશના મોરનિયાના સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. જેમાં આશરે બે કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુજ્જફરનગરના સાંસદ સંજીવ કુમાર પણઁ એક કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી ચુક્યા છે.

 

રાજસ્થાનના બાડમેરના સાંસદ કૈલાશ ચૌધરીની સંપત્તિ ૨૪ લાખ રૂપિયા નોંધાઇ છે. આવી જ રીતે ઓરિસ્સાના બાલાસોરમાંથી સાંસદ પ્રતાપ ચન્દ્ર સારંગી ૧૩ લાખ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. કેરળના સાંસદ મુરલીધરણની સંપત્તિ ૨૭ લાખ રૂપિયા છે. જે પ્રધાનો કરોડપતિ નથી તેમાં બંગાળના રાયગંજના સાંસદ દેબાશ્રી ચૌધરી ૬૧ લાખની સંપત્તિ ધરાવે છે. આસામના સાંસદ રામેશ્વર તેલીની સંપત્તિ ૪૩ લાખ રૂપિયા છે. અરૂણાચલ પશ્ચિમમાંથી સાંસદ કિરણ રિજ્જુની સંપત્તિ એક કરોડ રૂપિયા છે. ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિની સંપત્તિ એક કરોડની આસપાસ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.