મિશન ૨૦૧૯: મોદી વધુ મોટા નિર્ણય લેવાના મુડમાં

ખેડુતોને સીધા ફાયદા આપવા જેવા ઘણા પ્રસ્તાવ લવાશે
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 13:58:41 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 13:58:41 +0530

આવકવેરા મુક્તિ મર્યાદા વધારી દેવા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચૂંટણી વર્ષમાં વધુ કેટલાક મોટા નિર્ણય લેવાના મુડમાં દેખાઇ રહી છે. જેના ભાગરૂપે સામાન્ય લોકો અને ખેડુતોને વધારે રાહત આપવામાં આવનાર છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા, ખેડુતોને સીધા લાભ આપવા જેવા કેટલાક પગલા લેવામાં આવનાર છે. મોદી સરકાર ચૂંટણી વર્ષમાં ક્યાં મોટા પગલા લેશે તેને લઇને સામાન્ય વર્ગમાં ચર્ચા ચાલી રહી છે.

મોદી સરકાર ગરીબ સવર્ણોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવા માટેનો નિર્ણય કરી ચુકી છે. હવે અન્ય મોટા નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે. કેટલાક અન્ય મોટા નિર્ણયને પણ અમલી કરવા માટે તૈયાર છે. ચૂંટણી પરિણામ તેમની તરફેણમાં કરી શકે તેવા મોટા નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. ટુંકમાં આની જાહેરાત કરવામાં આવનાર છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં મોટી રાહત, ખેડુતોના ખાતામાં સીધી મોટી રકમ નાંખવા, મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા આવાસ લેવાના મામલે લોન અને જીએસટીમાં મોટા ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.

વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપે આવકવેરામાં મોટી રાહત આપવાની વાત કરી હતી. આ દિશામાં હવે સરકાર આગળ વધીને મોટા નિર્ણય કરી શકે છે. સરકાર જીએસટીમાં સતત મોટા ફેરફારો કરી રહી છે. આ ફેરફાર કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવામાં આવી રહી છે. ગુરૂવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા. મધ્યમ વર્ગને રાહત આપવાના મુદ્દા પર પણ સરકાર વિચારણા કરી રહી છે. ઘરની લોનને સસ્તી કરવા માટે સરકાર વિચારી રહી છે. આના માટે નાણાંપ્રધાન વારંવાર રીઝર્વ બેંક પર દબાણ લાવી રહ્યા છે. સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મધ્યમ

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.