જય વસાવડા,ભાગ્યેશ જ્હા,શાહબુદ્દીન રાઠોડ,યોગેશ ગઠવીએ કૃષ્ણ વિશે એવું તો કેવું બોલ્યા કે હજારો લોકોની જન્માષ્ટમી યાદગાર બની,વાંચો

કૃષ્ણને પોતાના આગવા અંદાજમાં રજુ કરી ચારેય વક્તાઓએ હજારો દર્શકોના દિલ જીત્યા
By: admin   PUBLISHED: 2014-08-19 12:07:58 | UPDATED: 2014-08-20 09:30:32

અમદાવાદ

 “દુનિયા ને જે બાજુ ચાલવું હશે ત્યાં ચાલશે પરંતુ કૃષ્ણ  તો ‘યાવદચન્દ્ર દીવાકરો’ ચાલશે. જીવન ની કોઈ જ અવસ્થા એવી નથી જેમાં કૃષ્ણનો હાકોટો જોવા ના મળે. કૃષ્ણ એક એવું પાત્ર છે જેને યુધ્દ્ધના મેદાનમાં સમારી શકાય , જોગીઓ એણે ભાજી શકે, યુવાનો પ્રેમીઓ એણે માણી શકે અને ગવૈયા એણે ગઈ શકે તથા નર્તકો નાચી શકે છે.” એમ કૃષ્ણ વિષે બોલતા ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  પુરષોત્તમ રૂપાલાજીએ ૧૭ ઓગષ્ટ, જન્માષ્ટમીના રોજ “મન, મોહન, મોરલી અને મોરપીચ્છ” (કૃષ્ણ સાથે શબ્દાનુસંધાન) કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યું, ત્યારે સહેજ કચવાતા મને એમ પણ કહ્યું કે, “આજે ભાતીગળ પરંપરાઓ ને લુણો લાગ્યો છે. આપણે મહાનગરોની ભયાનક બીડ ની વચ્ચે રહી ને પણ એકલતા અનુભવી રહ્યા છીએ ત્યારે કૃષ્ણના સ્પર્શની અનિવાર્યતા છે. “ આવા કૃષ્ણ માટે ‘ટપોરી’ જેવા સંબોધન વાળા એસ.એમ.એસ  સામે વિરોધ કર્તા તેમણે આવા મેસેજ લખવા કે ફોરવર્ડ ના કરવા અપીલ કરી હતી.

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સંસ્કૃતિક વિભાગની ગુજરાત સંગીત નાટક અકાદમી, ગાંધીનગર અને રોયલ એન્ટરટેઈનમેન્ટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા આ વર્ષે હાજરો જ્ઞાન પીપાસુઓએ એક અલગ અંદાજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી.

વક્તવ્યના જાદુગર ગણાતા જય વસાવડા, ભાગ્યેશ જહાં, શાહબુદ્દીન રાઠોડ અને યોગેશ ગઢવી એ “કૃષ્ણ” વિષે પોતપોતાની વિશિષ્ટ શૈલીમાં વક્તવ્ય આપીને દર્શકોને રસ તરબોળ કરી દીધા ત્યારે દર્શકોને એમ લાગ્યું કે સમય ઓછો પડ્યો છે. હજી વધારે સાંભળવા મળ્યું હોત તો વધુ મજા આવત.

યુવાનોના રોલ મોડેલ અને જાણીતા લેખક જય વસાવડાએ એમના પુસ્તક  જે.એસ.કે.(જયશ્રીકૃષ્ણ) ના અંશો ટાંકતા જણાવ્યું કે, “ એકવીસમી સદીના ભગવાન શ્રીકૃષ્ણ જ હોઈ શકે અને વિશ્વભરમાં કોઇપણ સુપરમેન એની તોલે ના આવે. કૃષ્ણ એ ન્યાય નીતિ અને નિયમ ના પ્રતિપાલક છે.એક એવા ભગવાન કે જેની પ્રતિભા પ્રાચીન હોય પણ ઉપદેશ અર્વાચીન હોય, જેના માં દંતકથામય અને દૈવી ચમત્કારીતા હોય, સાથોસાથ માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ગમા-અણગમા પણ હોય. જે ‘ એન્ગ્રી યંગ મેન ‘ હોવા ની સાથે સાથે ‘ચોકલેટી રોમેન્ટિક’ પણ હોય, જે ‘યુદ્ધત્વ’ ની સાથે સાથે ‘બુધ્ધત્વ’ નો પણ પરિચય કરાવે. જેમના માટે જીવન ઉદાસી નહિ,પણ ઉત્સવ હોય. જે ‘આઇડીયલ (આદર્શ)’ નહિ, પણ ‘પ્રેક્ટીકલ (વ્યહવારુ )’ હોય. જેમની પૂજાના થાય તેમને પ્રેમ થાય.કૃષ્ણ એક એવો ઈશ્વર છે જેના ઈતિહાસમાં પ્રમાણ છે, શિલાલેખો છે, કૃષ્ણ એક એવો ઈશ્વર છે જે માત્ર હિંદુઓનો દેવ નથી પણ સમગ્ર ભારતમાં રહેતા બધા જ ભારતીયોનો ઈશ્વર છે.” અને -“કર્મણ્યેવાધીકારસ્તે ...” નો અર્થ કર્મ કરીને ફળ ની આશા ના રાખવી એવો નહિ પરંતુ ફળ પર આપણો અધિકાર નથી એવો થાય છે. એ વિષે ખૂબ પ્રેરણાદાયી વાત કરી ૪૫ મિનીટ સુધી દર્શકોને કૃષ્ણ વિષે અર્વાચીન દ્રષ્ટિથી વિચારવા પ્રેરિત કર્યા હતા. અને જણાવ્યું હતું કે, “જ્ઞાન એ જ  એકવીસમી સદીનું ચલણ છે:knowledge is the currency of twenty first century.

તો ગુજરાત રાજ્યના આઈ.એ.એસ. અને સચિવ કક્ષાના અધિકારી અને કૃષ્ણ-કવિ એવા ભાગ્યેશ જહાએ GITA IS THE FIRST TECHNOLOGICAL GUIDE FOR CONVERSION એમ કહેતા, કૃષ્ણ અને ગીતાના સંસ્કૃત શ્લોકોને ટાંકતાં ગીતા અને મેનેજમેન્ટ વિષે ખૂબ સુંદર અને સંશોધનાત્મક રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, “ કૃષ્ણએ ૨૧મી સદીના ભગવાન છે, એકદમ આધુનિક છે . કૃષ્ણએ સ્વીકારનો ઈશ્વર છે.ગીતા એક મેનેજમેન્ટનું પુસ્તક છે. જ્ઞાન ,ભક્તિ અને કર્મ એક જ ગ્રંથ માં હોય તે ગીતા છે.”

 ભાગ્યેશ જ્હાએ જણાવ્યુ કે “અધીસ્થાનમ તથાકર્તા ...’ શ્લોક દ્વારા મને કૃષ્ણ દ્વારા સમજાવાયેલ મેનેજમેન્ટના પાંચ લક્ષણો સમજવા મળ્યા છે. “તું તને જાણ, ટેકનોલોજીનો ઉપયોગ કર અને તને જે યોગ્ય લાગે તે પ્રમાણેનું કર્યા કર.” તેમજ “સ્કીલ અને નોલેજને ગીતામાં ઓલરેડી કહેવાયું છે” તે સમજાવ્યું હતું. અને “હવે એસ એમ એસ કરવાનું બંધ કરો, શ્યામ ! રૂબરૂમાં મળવાનું રાખો.” અને અન્ય સ્વરચિત કવિતાઓનો પણ રસાસ્વાદ કરાવતાં ભાગ્યેશ જ્હાએ દર્શકોને તરબોળ કરી દીધા હતા. 

હાસ્યના બાદશાહ ગણાતા શાહબુદ્દીન રાઠોડે કૃષ્ણની જીવનરેખા સાથે સંકળાયેલી ફિલોસોફીને તેમની સરળ પણ ચોટદાર શૈલીમાં જણવી હતી.શાહબુદ્દીન રાઠોડે કર્મ વિષે વાત કરતાં જણવ્યું હતું કે, “પ્રત્યેક માનવી ના જીવનમાં સતત યુદ્ધ ચાલુ છે અને આવા આંતરયુદ્ધ અને બાહ્ય્યુદ્ધ માં પણ કેવી રીતે મુક્ત રહેવું,  એ કૃષ્ણ ગીતા મારફતે  શીખવે છે. કર્મ કરવું પણ એના બંધન થી મુક્ત રહેવું “ એ વાત તેમણે “યોગ કર્મસુ કૌશલમ ..’’ શ્લોકના અર્થઘટન દ્વારા સમજાવી હતી.

અને અંતમાં લોક સંસ્કૃતિના નિષ્ણાત અને ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન યોગેશ ગઢવીએ મીરાંબાઈની વાત લોક શૈલીમાં રજૂ કરી અને ગોવિંદને પામવો અઘરો છે એમ વર્ણવ્યું હતું. છેલ્લે કૃષ્ણ જન્મ નિમિત્તે સંગીત મય રજૂઆત દ્વારા પ્રેક્ષકોને જ નહી ભાગ્યેશ જહાન અને જય વસાવડાને પણ નૃત્ય કરવા આમંત્રિત કરી, કાર્યક્રમને ચરમસીમાએ પહોંચાડ્યો હતો.

અંતમાં, પ્રસાદની વહેંચણી સાથે ચારેય વક્તાઓએ ટૂંકમાં એક-એક કૃષ્ણ વિચારના પ્રસાદ સાથે દર્શકોને જ્ઞાન અને પ્રેરણાથી માલામાલ સમૃદ્ધ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપક અંતાણીએ કાર્યક્રમની ગરીમાને શોભે એ રીતે કર્યું હતું. તો દર્શક ગણમાં, અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ, પ્રવિણ કોટક – ભરત કોટક (ઇસ્કોન ગ્રુપ), જાણીતા કવિ ચિનુ મોદી, સોલાર એનર્જી ચેરમેન પ્રણવ મહેતા, સિતારવાદક મંજુબેન મહેતા, આઈ સી સી આર ગુજરાતના હેડ મકરંદ શુક્લ, પ્રફુલ્લ નાયક, ડૉ, મુકેશ બાવીસી વગેરે અનેક સાહિત્ય, કોર્પોરેટ, ન્યાય, કાયદા,મેડીકલ,મીડીયા વગેરે ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાથી કાર્યક્રમના મોભા અનુસાર સાર્થક અને સૂચક રહી હતી. આટલા પ્રબળ પ્રતિભાવથી પ્રોત્સાહિત થઈ કાર્યક્મની પરિકલ્પના આપનાર દીપક અંતાણીએ આવા કાર્યક્રમો અવારવાર યોજવાની ઈચ્છા દર્શાવી હતી.

જીટીપીએલ ચેનલ પર આ કાર્યક્રમને અનેક લોકોએ જીવંત પ્રસારણમાં માણ્યો હતો તો ન્યુઝ ઓફ ગુજરાત ડોટ કોમ પર લાઇવ વેબકાસ્ટ વિશ્વભરના ત્રણ લાખ જેટલા લોકોએ માણ્યો હતો. આવતા રવિવારે આ કાર્યક્રમનું પુન:પ્રસારણ થનાર છે.

આ જન્માષ્ટમીની આવી ઉજવણી ઐતિહાસિક યાદ બની રહેશે.

Post Your Comment

Your Comments

ખૂબ આભાર ....
2014-08-19 12:20:22

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.