BSFના જવાને ગુજરાતમાં દારૂબંધી વિશે શું કહ્યું,સાંભળો

ભૂજ,

ભારતીય આર્મીએ સોશિયલ મીડિયા પર જવાનોની વધતી જતી ફરીયાદોને ધ્યાનમાં રાખીને નવો વોટ્‌સઅપ નંબર જાહેર કર્યો છે. જેમાં જવાનો પોતાની ફરીયાદ સીધી આર્મી ચીફ સુધી પહોંચાડી શકશે. જોકે તેમ છતા સોશિયલ મીડીયા પર જવાનોના વીડિયો વાયરલ થવાનો સિલસિલો યથાવત છે. આ વખતે કચ્છના ગાંધીધામ ખાતે તૈનાત બીએસએફના એક જવાને અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારની વિગતો સાથેનો વીડિયો ફેસબુક પર મુકતા ખળભળાટ મચી ગયો છે.

નવરત્ન ચૌધરી નામનો આ જવાન ગાંધીધામમાં બીએસએફ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને છેલ્લા ૧૫ દિવસથી તે રજા પર છે.ર્તેણે ફેસબુક પર મુકેલ વીડિયો ક્લીપમાં આક્ષેપ કર્યો છે કે બીએસએફમાં અંગ્રેજોના જમાના જેવી સમુખ્તયારશાહી ચાલી રહી છે. બીએસએફ અધિકારીઓ સરકાર તરફથી જવાનો માટે આપવામાં આવતો દારુનો જથ્થો પણ બારોબાર બજારમાં વેચી મારે છે. જો કોઈ આ અંગે ફરીયાદ કરે તો તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવે છે.

આ વીડિયોમાં નવરત્ન ચૌધરીએ જણાવ્યુ છે કે બીએસએફમાં તમામ નિયમો માત્ર જવાનો માટે જ છે. જ્યારે અધિકારીઓ ગમે ત્યારે નિયમોનો ભંગ કરે છે. તેણે અધિકારીઓ દ્વારા જવાનોનો દારુ બજારમાં વેચવામાં આવતો હોવાના પુરાવા તરીકે એક વીડિયો ક્લીપ પણ પોસ્ટ કરી છે. આ વીડિયોના સમર્થનમાં બીએસએફના કેટલાક જવાનોએ કોમેન્ટ કરી છે. જેમાં એક અન્ય જવાન દિનેશ મહેતાએ લખ્યુ છે કે અમારુ યુનિટ ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન ગાંધીધામમા તૈનાત હતું. ત્યારે અધિકારીઓ ખુલ્લેઆમ દારુનુ જાહેરમાં વેચાણ કરતા હતા. મેં આ અંગે ફરીયાદ કરી તો ૬૦ દિવસ સુધી કેદ કરી દેવાયો હતો.  બીજીબાજુ બીએસએફે આ મામલે તપાસની ખાતરી આપી છે. તેમજ રજા પર ઉતરેલ જવાનને તાત્કાલિક હાજર થવા આદેશ અપાયો છે.

 

 

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.