હવે બોલ્ડ અભિનેત્રી ઝરીન ખાન ટીવી પડદે કરશે ડેબ્યુ

ડાયરેક્ટર ગુલ ખાન હોરર ટીવી સીરીયલ લઈને આવી રહ્યા છે, જેમાં ઝરીન ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 20:59:32 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 20:59:32 +0530

ઝરીન હોરર સીરીઝથી ટીવી પડદે આવશે

હેટ સ્ટોરી-૩માં પોતાના બોલ્ડ અંદાજથી તમામને ચોંકાવનાર બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન હવે ટૂંક સમયમાં ટીવી સીરીયલમાં પોતાનો જલવો દેખાડશે. ઝરીન ખાન ટીવી ઈન્ડસ્ટ્રીમાં ટૂંક સમયમાં ડગલુ માંડવા જઈ રહી છે. તે આગામી સમયમાં સ્ટાર પ્લસની સીરીયલ ઈશ્કબાઝના માધ્યમથી ટીવી પડદે ડેબ્યુ કરશે.

ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાને અભિનેતા સલમાન ખાન સાથેની ફિલ્મ વીર સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ-૨માં પણ કામ કર્યુ હતું, તેમજ સરમન જોશી અને કરણસિંહ ગ્રોવર સાથે હેટસ્ટોરી-૩માં કામ કર્યુ હતું.

સુત્રોના જણાવ્યા મુજબ, ડાયરેક્ટર ગુલ ખાન હોરર ટીવી સીરીયલ લઈને આવી રહ્યા છેજેમાં ઝરીન ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. જોકે ઝરીન ખાન સાથે મેલ એક્ટર કોણ હશે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગુલ ખાનના જણાવ્યા મુજબ, મેલ અભિનેતા મળતા જ સીરીઝ પર કામ શરુ કરી દેવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, ઝરીન ખાન આગામી સમયમાં ફિલ્મ એક્સર-૨માં જોવા મળશે,આ ફિલ્મ ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે. જેમાં ઝરીન ખાન ઉપરાંત ગૌતમ રોડે, અભિનવ શુક્લા, મોહિત મંડાન અને ભૂતપૂર્વ ક્રિકેટર એસ શ્રીસંત પણ નજરે પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.