યુકીએ દુનિયામાં ૧૨મો ક્રમ ધરાવતો ખેલાડીને હરાવ્યો

યુકીનો દબદબો યથાવત
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 20:49:55 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 20:49:55 +0530

ભારતના ડેવીસ કપ ખેલાડી

ભારતના ડેવીસ કપ ખેલાડી યુકી ભાંબરીએ પોતાના કરીયરની સૌથી મોટી જીત મેળવીને દુનિયાના ૧૨માં નંબરના ખેલાડી લુકાસ પોઉલેને હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. દુનિયાના ૧૧૦ નંબરના ખેલાડી યુકીએ નવમી વરીયતા પ્રાપ્ત ફ્રાંસીસી ખેલાડીને એક કલાક ૧૪ મિનિટમાં ૬-૪, ૬-૪થી હરાવ્યો.

યુકીએ ક્વોલિફાઈંગ તબક્કો જીતીને મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી લીધી છે. તેમના કરીયરની આ સૌથી મોટી જીત છે. તેમણે ઓગસ્ટ ૨૦૧૭માં સિટી ઓપનમાં ગત ચેમ્પિયન અને દુનિયાની ૨૨મી નંબરના ખેલાડી ગાએલ મોંફિલ્સને હરાવીને સનસની મચાવી દીધી હતી. તેમણે ચેન્નાઈ ઓપન ૨૦૧૪માં દુનિયાના ૧૬માં નંબરના ખેલાડી ફેબિયો ફોગનિનીને હરાવ્યો હતો.  પરંતુ ઈટલીના ખેલાડીએ ફિટનેસ કારણોથી કોર્ટ છોડી દીધો હતો. આ જીત સાથે યુકી ભાંબરીને ૪૫મો રેકિંગ અંક અને ૪૭૧૭૦ ડોલર મળશે. ત્યારે હવે યુકીનો સામનો દુનિયામાં ૨૧મો ક્રમાંક ધરાવતા ખેલાડી અમેરિકાના સૈમ ક્વેરી સામે થશે.


Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.