સરકાર તમારા ટીવી સેટઅપ બોક્સમાં લગાવવા માંગે છે ચીપ,આ રહ્યું કારણ

ચેનલોના દર્શકોની સાચી વ્યુઅરશીપ જાણવા મળે તે હેતુથી સેટઅપ બોક્સમાં ચીપ લાગશે
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 13:26:00 +0530 | UPDATED: Mon, 16 Apr 2018 13:26:00 +0530


નવી દિલ્હી

સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટઅપ બોક્સમાં એક ચીપ લગાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. આ ચીપથી મંત્રાલય જાણી શકશે કે તે સેટઅપ બોક્સ દ્વારા કઈ ચેનલ જાવામાં આવી રહી છે અને કેટલા સમય સુધી જોવામાં આવી રહી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું કે આ પગલાનો ઉદ્દેશ્ય દરેક ચેનલ માટે દર્શકોના વિશ્વસનિય આંકડાઓ એકત્રિત  કરવાનુ છે.

ચેનલોની વ્યુઅરશીપના આંકડાઓ હાલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(બાર્ક)જેવી ખાનગી સંસ્થા દ્રારા આપવામાં આવે છે.આ આંકડાઓના આધારે ચેનલોના સરકારી જાહેરખબરના ભાવો નક્કી થાય છે.જો કે હવે સેટઅપ બોક્સમાં ચીપ લગાવીને સરકાર બાર્કની એકહથ્થુ શાહીનો અંત લાવવા માંગે છે.

મિનિસ્ટ્રીના અધિકારીએ કહ્યું કે બાર્કની મોનોપોલી એવી છે કે જાણે તેનો વિકલ્પ જ ના હોય.વ્યુઅરશીપ માટેનો બાર્ક કેવી રીતે ડેટા મેળવે છે તેની જાણકારી મળતી નથી.

અધિકારીએ જણાવ્યુ હતું કે આ માહિતીથી જાહેરાત આપનાર સંસ્થાઓ કે કંપનીઓ પોતાની જાહેરાતો પર સમજીને ખર્ચ કરી શકશે. માત્ર એવી ચેનલોને જ જાહેરાતો મળશે જે મોટા પાયે જોવામાં આવે છે. 

નવા પ્રસ્તાવમાં મંત્રાલયે ટ્રાઈને જણાવ્યુ છે કે, ડીટીએચ ઓપરેટરોને નવા સેટઅપ બોક્સમાં ચીપ લગાવવા માટે કહેવામાં આવે. આ ચીપ જોવામાં આવતી ચેનલો અને તેને જોવાના સમયનો સાચો આંકડો રજુ કરશે. આ પ્રસ્તાવ  નવા ડાયરેક્ટ ટુ હોમ લાઈસન્સ સંબંધિત અનેક મુદ્દાઓ પર ટ્રાઈ તરફથી કરવામાં આવેલ ભલામણો અંગે મંત્રાલયની પ્રતિક્રિયાનો એક ભાગ છે. અધિકારીએ જણાવ્યુ હતું કે મંત્રાલયને એવુ લાગે છે કે દુર્દર્શનની વ્યુઅરશીપ ઘટાડીને બતાવવામાં આવે છે, જેથી દુર્દર્શનને જાહેરાતો મળતી નથી. જાકે, આ ચીપ લગાવ્યા બાદ ચેનલની સાચી વ્યુઅરશીપનો આંકડો મળી શકશે. આ પગલાનો ઉદ્દેશ્ય દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલન્ડિયાની ઈજારાશાહીને ખતમ કરવાનો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.