યોગ દિવસે સેનાની મહિલા અધિકારી બનાવશે વર્લ્ડ રેકોર્ડ

ગંગોત્રી નજીક ભાગીરથી પર્વત પર યોગ કરવા માટે મહિલા અધિકારીઓના એક મહિનાના અભિયાનો પ્રારંભ કરાશે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:14:24 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:14:24 +0530

૨૧૫૦૦ ફુટની ઉંચાઈએ કરશે યોગ

આ વખતે ૨૧ જુને વિશ્વ યોગ દિવસ નિમીતે એક નવો વર્લ્ડ રોકર્ડ સર્જાવા જઈ રહ્યો છે. ભારતીય સેનાની ૯ મહિલા અધિકારીઓની એક ટીમ ઉત્તરાખંડના ગંગોત્રીમાં ભગીરથી પર્વત પર પર્વતારોહણ કરશે. આ સાથે જ વિશ્વ યોગ દિવસે આ મહિલા અધિકારીઓ ૨૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપીત કરશે. આ પહેલા વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં સમુદ્રની સપાટીથી ૧૮૦૦ ફુટની ઉંચાઈ પર યોગ કરવાનો રેકોર્ડ સ્થપાયો હતો.

આ મિશનને પાર પાડવા માટે મહિલા અધિકારીઓએ સિયાચીનના ગ્લેશિયર વિસ્તારોમાં ખાસ તાલીમ લીધી છે. આ મિશનમાં પ્રથમ વખત ટીમ લીડરની સાથે ડેપ્યુટી ટીમ લીડર પણ મહિલા હશે. તેમજ સાથે તમામ મહિલા અધિકારઓ જોડાશે. લગભગ એક મહીનાના અભિયાન દરમિયાન મહિલા અધિકારીઓ ઉત્તરાખંડના ગંગોત્રીથી પગપાળા પોતાનુ સફર પાર પાડશે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આ મહિલા અધિકારીઓએ ખાસ તાલીમ લીધી છે.

માર્ગમાં આવનાર અનેક જીવલેણ મુશ્કેલીઓનો સામનો કરવા માટે  આ મહિલા અધિકારીઓએ અલગ અલગ ઉંચાઈવાળા પર્વતો પર ચડવાની તાલીમ લીધી હતી. ત્યારે તેઓ વર્લ્ડ યોગ દિવસ નિમીતે ૨૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર યોગ કરશે. જો મહિલાઓ પોતાના અભિયાનમાં સફળ થશે તો તે સૌથી ઉંચાઈ પર યોગ કરવાનો એક વર્લ્ડ રેકોર્ડ હશે.

મહત્વનુ છે કે ભારતની સેનાની ત્રણેય પાંખમાં મહિલાઓની ભુમિકા સતત વધી રહી છે. આવી સ્થિતીમાં પોતાની ઉપયોગીતા સાબિત કરવા માટે મહિલા અધિકારીઓ આવા મુશ્કેલ કામોને પાર પાડવા માંગે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.