નેપાળમાં નોટ ફાડવા કે નોટ પર લખવા પર થશે હવે જેલ

ક્રિમિનલ પ્રોસીજર કોડ એક્ટ ૨૦૦૭ મુજબ ચલણી નોટ કે સિક્કાને નુકશાન પહોંચાડવા પર ૩ મહિના સુધીની જેલ
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:16:07 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:16:07 +0530

૫ હજારનો દંડ પણ ફટાકારાશે

નેપાળ સરકાર પોતાની ચલણી નોટો પર લખવા, ફાડવા, સળગાવા અને ત્યાં સુધી કે લાઈન ખેંચવાને કાયદેસરનો ગુનો ગણશે. નેપાળ સરકારે આ નવા નિયમોને ૧૮ ઓગસ્ટથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

 

સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, ક્રિમિનલ પ્રોસીજર કોડ એક્ટ ૨૦૦૭ મુજબ, દેશની ચલણી નોટ કે સિક્કાને નુકશાન પહોંચાડવા પર ત્રણ મહિના સુધીની જેલ અને દંડના ભાગરુપે ૫ હજાર નેપાળી ચલણ આપવાની સજા સંભળાવવામાં આવી શકે છે. નેપાળ રાષ્ટ્ર બેંક, સેન્ટ્રલ બેંકે પોતાની તમામ બેંક બ્રાંચોને આદેશ આપ્યો છે કે તે નવા નિયમને લાગુ કરાવવાને સુનિશ્ચિત કરે. સેન્ટ્રલ બેંકે સામાન્ય માણસોને પણ આ અંગે સુચના આપી છે.

એનઆરબીના નોટ પ્રબંધન વિભાગના પ્રમુખ લક્ષ્મી પ્રપાન્ના નિરૌલાએ જણાવ્યુ કે, આ કાયદો લાગુ થવાથી ચલણના જીવનકાળને વધારવામાં મદદ મળશે, જેનાથી એનઆરબીની કેટલીક બચત પણ થશે. એ પ્રથમ વખત છે કે નેપાળમાં ચલણી નોટ પર કંઈ લખવા, ચિત્ર વગેરે બનાવવા તેને તોડી મરોડી નુકશાન પહોંચાડવા સામે કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય.

આ પહેલા માત્ર નકલી ચલણી નોટને લઈ નેપાળમાં કાયદો હતો. એનઆરબીના ચીફ કરેન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ લક્ષ્મી પ્રપન્નાના જણાવ્યા મુજબ આ કાયદો લાગુ થવાથી, એનઆરબીને બચત થશે. નેપાળમાં અત્યારે ૨૮ હજાર કરોડ રુપિયા (૪૫૮ અરબ નેપાળી રુપિયા) ચલણમાં છે. જેમાંથી ૩૦ ટકા નોટ લાઈન ખેંચવા અને તેના પર લખાણ કરવામાં આવ્યુ હોવાથી તે રદ્દી બની ચુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.