ભૂતો સાથે સેક્સ માણી ચુકેલ યુવતિ આપશે બેબી ભૂતને જન્મ

બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ એમથિસ્ટ રીલ્સ ભૂતોના સંપર્કમાં આવી અને તેમની સાથે સેક્સ માણતી થઈ
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 13:30:02 +0530 | UPDATED: Sat, 11 Aug 2018 17:12:36 +0530

લંડનની યુવતિનો ચોંકાવનારો દાવો

અત્યાર સુધી કદાચ તમે ભૂત હોવાની વાતો સાંભળી હશે કાં તો ભૂત જોયાની પણ વાત સાંભળી હશે, પરંતુ ભૂત સાથે શારીરિક સંબંધની વાત ક્યારેય સાંભળી નહીં હોય. લંડનના બ્રિસ્ટલમાં એક યુવતિએ એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેને લઈ તે હાલ ચર્ચાનુ કેન્દ્ર બની છે. એમથિસ્ટ રીલ્સ નામની યુવતિએ દાવો કર્યો છે કે તે ભૂતોની સાથે રીલેશનશિપમાં છે. માત્ર રીલેશનશિપમાં છે એટલુ જ નહીં તેણે ભૂતો સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા છે અને તે ટૂંક સમયમાં જ ભૂતના બાળકને જન્મ પણ આપવાની છે.

સ્થાનિક સમાચારપત્રમાં જણાવ્યા મુજબ એમથિસ્ટ રીલ્મ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા અંગે વિચારી રહી હતી. તેમણે સગાઈ પણ કરી લીધી હતી, તેનો પતિ કામના કારણે મોટાભાગે બહાર રહેતો હતો. આ દરમિયાન તેનો સંપર્ક એક ભૂત સાથે થયો. બોયફ્રેન્ડને જ્યારે એમથિસ્ટ પર શંકા ગઈ તો તેણે તેની સાથે સંબંધો તોડી નાંખ્યા.

એમથિસ્ટના જણાવ્યા મુજબ તે અત્યાર સુધીમાં ૧૪ ભૂતો સાથે શારીરિક સંબંધ બાંધી ચુકી છે. તેને એક નવા પ્રેમનો અહેસાસ થઈ રહ્યો હતો. એક સમાચાર પત્રએ એમથિસ્ટના હવાલાથી લખ્યુ કે, તે એક દિવસ ઝાડીઓની પાસે લટાર મારી રહી હતી. તે ખુશનુમા વાતાવરણની મજા માણી રહી હતી કે અચાનક જ એક અવિશ્વસનિય ઉર્જા તેને મહેસુસ થઈ. તેને લાગ્યુ કે તેને તેનો નવો પ્રેમ મળી ચુક્યો છે. તેણે કહ્યુ કે તે ભૂતને જોઈ શકતી નથી, પરંતુ તેની સાથે વાત કરે છે અને તેની સાથે સેક્સ પણ કરે છે.

મહત્વનુ છે કે એમથિસ્ટે ગત વર્ષે એક મોર્નિગ શોમાં જણાવ્યુ હતું કે, તે ૧૪ ભૂતો સાથે સંપર્કમાં છે અને શારીરિક સંબંધ બાંધી ચુકી છે. હવે તે ટૂંક સમયમાં જ એક ભૂતને જન્મ આપવાની છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.