પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીના દ્વાર ખુલ્યા, ૯ વર્ષથી નથી રમાઈ કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી

વેસ્ટઈન્ડિઝની ટીમ એપ્રિલમાં પાકમાં ટી-૨૦ શ્રેણી રમશે
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 13:04:14 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 13:04:14 +0530

કરાંચીમાં રમાશે ત્રણ મેચોની શ્રેણી

વેસ્ટઈન્ડિઝની ટીમ આગામી એપ્રિલ મહિનામાં કરાંચીમાં ૩ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમશે. આ સીરીઝ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીને લઈ મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે. વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલ આતંકી હુમલા બાદ કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર થતી નહતી. આ દરમિયાન પાકિસ્તાને ૨૦૧૫માં ઝિમ્બાબ્વે સામે બે ટી-૨૦ અને ૩ વન-ડે મેચની યજમાની કરી હતી.

આ શ્રેણીને બાદ કરતા છેલ્લા ૯ વર્ષથી પાકિસ્તાનમાં એકપણ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ નથી.જેથી પાકિસ્તાને પોતાની તમામ મેચો દુબઈમાં યોજવી પડી રહી છે. જોકે, ગત વર્ષે પાકિસ્તાન સુપર લીગની ફાઈનલ પાકિસ્તાનમાં રમાઈ હતી. આ ઉપરાંત વર્લ્ડ ઈલેવન સામે ૩ ટી-૨૦ મેચ અને શ્રીલંકા સામે એક ટી-૨૦ મેચનુ આયોજન પાકિસ્તાનમાં થયુ હતું. ત્યારબાદ હવે વેસ્ટઈન્ડિઝની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે તૈયાર થઈ છે.

આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જણાવ્યુ હતું કે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં ટી-૨૦ શ્રેણી રમવા માટે તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યુ હતું કે, વેસ્ટઈન્ડિઝની ટીમ કરાંચીમાં એક, બે અને ચાર એપ્રિલે ૩ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ બાબત પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ મહત્વની છે.તેનાથી વર્ષો બાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત ફરવાની આશા જન્મી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.