ઉત્તરાયણ પર ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

સવારના સમયે ઉત્તર તરફથી પવનો ફુંકાશે, જ્યારે દિવસભર પૂર્વથી પશ્ચિમ તરફની પવનોની દિશા રહેશે
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 13:06:25 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 13:06:25 +0530

પતંગ રસીકોને પડી જશે જલસો

ઉત્તરાયણના આડે હવે માત્ર બે દિવસ બાકી છે. ત્યારે આકાશમાં વાદળો છવાતા પતંગ રસીયાઓ ચિંતિત બન્યા છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ઉત્તરાયણ પર પવન સારો રહેશે. જેથી પતંગ રસીકોને પતંગ ચગાવવામાં સાનુકૂળતા રહેશે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૪થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ ઠંડીનુ પ્રમાણ પણ સાધારણ રહેશે, જેથી પતંગ રસીકોને ઠંડીનો પણ સામનો કવો પડશે નહીં. જેથી પતંગ રસીકોને જલસો પડી જશે. આ વખતે સવારે અને સાંજે પવનની દિશા બદલાઈ શકે છે.

અમદાવાદમાં પવનની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની રહેશે. જોકે સવારના સમયે ઉત્તર તરફથી પવન ફુંકાય તેવુ મનાઈ રહ્યુ છે. તેમજ બપોરે ૧૨ વાગ્યા સુધી પવનની ગતિ ૧૪થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.  જ્યારે બપોરથી સાંજના સમયે  પવનની ઝડપમાં વધઘટ થઈ શકે છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદનુ લઘુત્તમ તાપમાન ૧૪થી ૧૫ ડિગ્રી જેટલુ રહી શકે છે. તેમજ હવામાં ભેજ ઓછામાં ઓછો ૩૦ ટકા અને વધુમાં વધુ ૬૫ ટકા રહેશે. જેથી પતંગ ઉડાડવામાં સાનૂકૂળતા રહેશે.

મહત્વનુ છે કે ગત વર્ષે ઉત્તરાયણ પર પવન ઓછો હોવાથી પતંગ રસીકોએ નિરાશ થવુ પડ્યુ હતું. જોકે આ વખતે તેમને આવી કોઈ નિરાશાનો  સામનો નહીં કરવો પડે. વહેલી સવારથી જ પવન સારો રહેવાથી પતંગ રસીકો પતંગ ઉડાડવાની ભરપુર મજા માણી શકશે. જેથી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પક્ષીઓની સલામતીને ધ્યાનમાં રાખી વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવાનુ ટાળવામાં આવે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.