જીડીપી ઘટાડો ક્ષણિક નથી, લાંબા સમય સુધી રહેશે અસર

જીડીપીમાં થયેલ ઘટાડા પાછળ માત્ર જીએસટી જવાબદાર નથી, અર્થતંત્રમાં જ મંદીનો માહોલ છે
By: admin   PUBLISHED: Mon, 11 Sep 2017 14:12:47 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 14:29:21 +0530

એસબીઆઈના રીપોર્ટમાં કરાયો દાવો

દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારે ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો અપેક્ષિત હતો, પરંતુ આંકડાઓમાં નોંધાયેલ ઘટાડાની સમસ્યા એ ક્ષણિક નહીં પરંતુ સંરચનાત્મક છે. એસબીઆઈના રીપોર્ટ મુજબ, આ અસર ખૂબ જ લાંબાગાળા સુધી રહેવાની છે. ભારતનો આર્થકિ વિકાસ દર એપ્રિલથી જુન ૨૦૧૭ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તર ૫.૭ ટકા પર પહોંચી ગયો છે.

દેશમાં પ્રોડક્શન સેક્ટરમાં જોવા મળી રહેલ મંદી વચ્ચે આ જીડીપી ઘટવા પાછળ એવુ કારણ રજુ કરવામાં આવી રહ્યુ છે કે, જીએસટી લાગુ થવાના કારણે આ ક્ષણિક ઘટાડો છે, જે ટૂંક સમયમાં દૂર થઈ જશે. જોકે, એસબીઆઈના રીપોર્ટ મુજબ આ ઘટાડા પાછળ માત્ર જીએસટી નહીં પરંતુ ભારતનું આખુ અર્થતંત્ર છે અને આ કોઈ ક્ષણિક ઘટાડો નથી.

રીપોર્ટમાં જણાવાયુ છે કે, જીએસટી પહેલા પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ડિકોસ્ટીંગની અસર જોવા મળી હતી અને તેની સીધી અસર જીડીપી પર પડી રહી છે. રીપોર્ટમાં ૧૯૯૫ પછીના તમામ આંકડાઓનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે અને જણાવાયુ છે કે જીએસટી લાગુ થયુ ન હોત તો પણ જીડીપીમાં ઘટાડો થવાનો જ હતો.

અત્યારે કંપનીઓ પાસે અપેક્ષા કરતા વધુ સ્ટોક થયેલો છે. જેથી કંપનીઓ પ્રોડક્શનની જગ્યાએ સ્ટોક ક્લિયરન્સ પર ભાર આપી રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો જીડીપીમાં થયેલ આ ઘટાડો આગામી સમય પર પણ પાટા પર પરત ફરે તેવી કોઈ આશા નથી. એટલુ જ નહીં આગામી સમયમાં જીડીપી દરમાં હજી પણ વધુ ઘટાડો થઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.