ભારતમાં દર વર્ષે ઘટી રહ્યુ છે પ્રતિ વ્યક્તિએ પાણીનું પ્રમાણ

૨૦૫૦ સુધીમાં ભારતમાં સરેરાશ પ્રતિ વ્યક્તિ વાર્ષિક ૧૧૪૦ ઘનમીટર પાણીનો પુરવઠો ઉપલબ્ધ રહેશે
By: admin   PUBLISHED: Sat, 02 Dec 2017 15:13:10 +0530 | UPDATED: Mon, 04 Dec 2017 12:34:10 +0530

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં રજુ કર્યા આંકડા

ભારતમાં દિવસેને દિવસે પાણીની સમસ્યા વધુ વિકટ બની રહી છે.  તેમજ વર્ષ ૨૦૫૦ સુધીમાં દેશમાં પ્રતિ વ્યક્તિએ ઉપલબ્ધ પાણીનો પુરવઠો ૧૧૪૦ ઘનમીટર પ્રતિ વર્ષ થઈ જશે. જળસંશાધન, નદી વિકાસ, ગંગા સંરક્ષણ વિભાગના રાજ્યમંત્રી સંજીવકુમાર બાલિયાએ  લોકસભાના એક પ્રશ્નના જવાબમાં રજુ કરેલ માહિતીમાં આ ખુલાસો થયો છે. તેમણે જણાવ્યું હતું કેકેન્દ્રીય જળ આયોગે અત્યારે દેશમાં સરેરાશ વાર્ષિક જળ ઉપલબ્ધતા ૧૮૬૯ અબજ ઘનમીટર છે. જોકે તેમ છતાં ભૌગોલિક સ્થિતિઓ, પાણી વિજ્ઞાન અને અન્ય સમસ્યાઓના કારણે  પીવાલાયક પાણીનું પ્રમાણ ૧૧.૨૩ અબજ ઘનમીટર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેમાં ૬૯૦ અબજ ઘનમીટર, વિવિધ જળાશયોનો પુરવઠો તેમજ ૪૩૩ અબજ ઘનમીટર ભુગર્ભજળનો સમાવેશ થાય છે.

બાલિયાને વધુમાં જણાવ્યુ હતું કે, નેશનલ વોટર રીફ્રેશમેન્ટ એન્ડ ડેવલોપમેન્ટ કમિટીએ ૧૯૯૯માં પોતાના રીપોર્ટમાં એ અનુમાન લગાવ્યુ હતું કેવર્ષ ૨૦૨૫થી ૨૦૫૦ સુધીમાં દેશમાં પાણીની કુલ આવશ્યક્તા ૮૪૩ અબજ ઘનમીટરથી લઈને ૧૧૮૦ અબજ ઘનમીટર રહેશે. જોકે, ભારતમાં ઝડપથી વધી રહેલ વસ્તીનું પ્રમાણ જોતા પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધ જળ પુરવઠો સતત ઘટી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૫૧માં ભારતની કુલ વસ્તી ૩૬૧ મિલીયન હતી. ત્યારે પ્રતિ વ્યક્તિ સરેરાશ ૫૧૭૭ ઘનમીટર પાણી ઉપલબ્ધ હતું.

૨૦૦૧માં વસ્તીનો આંકડો વધીને ૧૦૨૭ મીલીયન પર પહોંચ્યો છે અને પ્રતિ વ્યક્તિ  પાણીની ઉપલબ્ધતા ૧૮૨૦ ઘનમીટર પ્રતિ વર્ષ થઈ હતી. વર્ષ ૨૦૧૧માં વસ્તીનો આંકડો ૧૨૧૦ મિલીયન પર પહોંચ્યો છે અને પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ૧૫૪૫ પ્રતિ ઘનમીટર થઈ છે. આજ રીતે ૨૦૨૫ સુધીમાં ભારતની કુલ વસ્તી ૧૩૯૪ મિલીયન હશે અને તેમના માટે પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ૧૩૪૧ ઘનમીટર પ્રતિ વર્ષ હશે. ૨૦૫૦ સુધીમાં વસ્તીનો આંકડો ૧૬૪૦ મિલીયન પર પહોંચશે અને પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા ૧૧૪૦ ઘનમીટર પ્રતિ વર્ષ રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.