ખેડાનો બ્રીજ તુટ્યો,જીવના જોખમે સ્કુલના વિદ્યાર્થીઓ પુલ ઓળંગે છે,VIDEO

ગુજરાત સરકારના વિકાસના દાવા વચ્ચે એક વીડીયો વાઇરલ થયો છે
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 15:42:26 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 22:22:31 +0530

ખેડા

ગુજરાત સરકારના વિકાસના દાવા વચ્ચે એક વીડીયો વાઇરલ થયો છે જેમાં ખેડાના બે ગામના લોકોને જીવના જોખમે બ્રીજ ઓળંગવો પડી રહ્યો છે.છેલ્લાં ઘણાં સમયથી તુટેલા આ બ્રીજની નીચેથી લોકોને પસાર થવું પડે છે. ( SEE VIDEO)

ખેડા જીલ્લામાં આવેલ નાઇકા અને ભેરાઇ ગામ વચ્ચે આવેલોં બ્રીજ છેલ્લાં બે મહિનાથી તુટી ગયો છે.આ બ્રીજ તુટી જતાં અહીંના સ્થાનિકોને વીડીયોમાં જોવા મળે છે તેમ પસાર થવું પડી રહ્યું છે. બાળકો હોય કે વૃદ્ધ હોય, ખેડાના નાઈકા અને ભેરાઈ ગામના લોકો જીવના જોખમે દરરોજ તૂટેલો બ્રિજ પાર કરીને જાય છે. આટલું જ નહીં, સ્કૂલમાં ભણતા નાના-નાના વિદ્યાર્થીઓ પણ આ જોખમી રસ્તો ખેડીને દરરોજ સ્કૂલ જાય છે.અહીંના લોકોનું કહેવું છે કે તૂટેલા બ્રિજને કારણે એક કિલોમીટર અંતર કાપવા માટે તેમણે 10 કિલોમીટર ફરીને જવું પડે, જે અત્યંત મુશ્કેલ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમણે સરકારને આ બાબતે અનેક વાર ફરિયાદ કરી છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

ખેડાના કલેક્ટર આઇ કે પટેલ કહે છે કે બ્રીજનું કન્સ્ટ્રક્શન કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.