કુંભ : ટેલિકોમ કંપનીઓની વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેશે

પ્રયાગરાજમાં ૧૫મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆતર્ કરોડો લોકો પહોેચશે : લોકોને પ્રભાવિત કરવાની સ્પર્ધા
By: admin   PUBLISHED: Sat, 12 Jan 2019 23:10:46 +0530 | UPDATED: Sat, 12 Jan 2019 23:11:35 +0530

વોડાફોનઆઇડિયા, એરટેલ, જીયો વચ્ચે સ્પર્ધા

દુનિયાના સૌથી મોટા મેળા કુંભની ૧૫મી જાન્યુઆરીના દિવસે શરૂઆત થઇ રહી છે. કુંભ મેળામાં ૧૩ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે.  આ તમામ લોકોને પ્રભાવિત કરવા માટે ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા જામનાર છે. ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઇડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જીયો અને અન્ય કંપનીઓ વચ્ચે પણ સ્પર્ધા થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પ્રયાગરાજમાં ૧૫મી જાન્યુઆરીના દિવસે કુંભ મેળાની શરૂઆત થઇ રહી છે.

કુંભ મેળા માટે ટેલિકોમ કંપનીઓ ખાસ પ્રકારની આકર્ષક યોજના રજૂ કરવા માટેની તૈયારીમાં દેખાઇ રહી છે. ખાસ પ્લાન્સ અને સર્વિસ લાવવામાં આવી રહી છે. કુંભ મેળામાં પરિવારથી અલગ પડી જવાની સ્થિતીમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રીઓને વહેલી તકે તમામ પ્રકારની માહિતી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી હેલ્પલાઇન અને એરિયા રૂટ દર્શાવવા માટે એપ્સ રહેલા છે.

કુંભની લાઇવ સ્ટ્રીમિંગ ઉપરાંત શ્રદ્ધાળુઓને પોતાના પ્લેટફોર્મ સાથે જોડવા માટે કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ધાર્મિક સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દેશની બીજી સૌથી મોટી મોબાઇલ કંપની ભારતી એરટેલે શ્રદ્ધાળુઓને ઇવેન્ટ સાથે ડિજિટલી જોડવા માટે એરટેલ ટીવી એપ સ્પેશિયલ કુંભ ચેનલની રચના કરી છે. ૩૪.૨ કરોડ ગ્રાહકો ધરાવનાર એરટેલે કહ્યુ છે કે કેટલાક ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. તેના કહેવા મુજબ લોકો કોઇ પણ સ્થળે બેસીને તમામ મોટી ધાર્મિક ઘટનાને જોઇ શકશે.અન્ય ઓપરેટેરો દ્વારા પણ આવી વ્યવસ્થા કરાઇ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.