આઈપીએલ : કોહલીએ ૫મી વખત ૫૦૦થી વધુ રન બનાવ્યા

વિરાટ કોહલીએ ૨૦૧૧માં ૫૫૭, ૨૦૧૩માં ૬૩૪, ૨૦૧૫માં ૫૦૫, ૨૦૧૬માં ૯૭૩ રન બનાવ્યા હતા
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 15:10:00 +0530 | UPDATED: Tue, 15 May 2018 15:10:00 +0530

ડેવિડ વોર્નરથી આગળ નિકળ્યો કોહલી

કિંગ્સ ઈલેવન પંજાબ સામે સોમવારે રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરુનો ૧૦ વિકેટે વિજય થયો છે. આ સાથે બેંગ્લુરુએ પ્લેઓફમાં ક્વોલીફાય થવાની આશા પણ જીવંત રાખી છે. જો કે આ માટે તેણે બાકીની બન્ને મેચ જીતવાની સાથે અન્ય ટીમોના પ્રદર્શન પર પણ નજર રાખવી પડશે.

પંજાબ સામેની મેચમાં બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ ૪૮ રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે આઈપીએલની ૧૧મી સિઝનમાં વિરાટ કોહલીએ ૫૦૦ રન પુરા કરી લીધા છે. ચાલુ વર્ષે કોહલીએ અત્યાર સુધી ૧૨ મેચમાં ૫૧૪ રન બનાવ્યા છે.

આપીએલમાં આ પાંચમી વખત એવુ બન્યુ છે જ્યારે વિરાટ કોહલીએ પ૦૦થી વધુ રન બનાવ્યા છે. આ સાથે જ આઈપીએલમાં સૌથી વધુ વખત ૫૦૦ કરતા વધુ રન બનાવવા મામલે ડેવિડ વોર્નરને પાછળ છોડીને ટોચનો ક્રમ મેળવી લીધો છે.

આ પહેલા કોલહી અને ડેવિડ વોર્નર બન્નેએ ચાર-ચાર વખત આ સિદ્ધી મેળવી હતી. આ મામલે સુરેશ રૈના, ક્રિસ ગેલ અને ગૌતમ ગંભીર સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે. આ તમામે ૩-૩ વખત ૫૦૦ કરતા વધુ રન બનાવ્યા છે. જો કે ડેવિડ વોર્નરે સતત ચાર વર્ષ સુધી આઈપીએલમાં ૫૦૦ કરતા વધુ રન બનાવ્યા હતા.જો કે વિરાટ કોહલી આમ કરી શક્યો નથી.  

કોહલીએ આ પહેલા ૨૦૧૧માં ૫૫૭ રન, ૨૦૧૩માં ૬૩૪ રન, ૨૦૧૫માં ૫૦૫ રન, ૨૦૧૬માં ૯૭૩ રન બનાવ્યા હતા. જ્યારે વોર્નરે ૨૦૧૪થી ૨૦૧૭ સુધી આ સિદ્ધી મેળવી હતી. જો કે વોર્નર આ વખતે બોલ ટેમ્પરીંગના આક્ષેપોના પગલે આપીએલમાં રમી શક્યો નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.