માહિરા ખાનને મળવા દુબઈ પહોંચ્યો રણબીર

આ તસ્વીરોમાં માહિરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે
By: admin   PUBLISHED: Fri, 22 Sep 2017 15:26:02 +0530 | UPDATED: Fri, 22 Sep 2017 15:26:02 +0530

 મુંબઈ,

ફિલ્મજગતમાં અત્યારે રણબીર કપુરના નવા અફેરને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. રણબીર છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે ડેટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં એવી અનેક તસ્વીરો સામે આવી છે જેને લઈને આ અહેવાલોની પુષ્ટી થઈ રહી છે.  આ તસ્વીરો ગત જુલાઈ મહિનાની છે, જ્યારે રણબીર કપુર સંજયની બાયોપિક ફિલ્મના શુટિંગ માટે ન્યુયોર્કમાં હતો. 

આ જ સમયે માહિરા ખાન દુબઈમાં હતી અને માહિરા ખાન જે હોટલમાં રોકાઈ હતી ત્યાં તેને મળવા માટે રણબીર કપુર વારંવાર જતો હતો. બન્નેે હોટલની બહાર અનેક વખત કેમેરામાં કેદ થયા હતા. નવી તસ્વીરો ગત મોડી સાંજે સામે આવી છે. જે અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ બની રહી છે.  આ તસ્વીરોમાં માહિરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. જ્યારે રણબીર કપુર પણ પોતાના બિંદાસ્ત અંદાજમાં જોવા મળી રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.