શરીરને લઈ કોઈ કોમેન્ટ કરે તે મને પસંદ જ નથી : વિદ્યા

સમયની સાથે પરિવર્તન પણ આવી રહ્યુ છે હવે મહિલાનુ જીવન લગ્ન કે માં બન્યા બાદ પુર્ણ નથી થઈ જતુઃ વિદ્યા
By: admin   PUBLISHED: Sat, 02 Dec 2017 18:34:31 +0530 | UPDATED: Sat, 02 Dec 2017 18:34:31 +0530

મને જાડી શબ્દથી કોઈ વાંધો નથી, પરંતુ

અભિનેત્રી વિદ્યા બાલન આજકાલ પોતાના વધતા જતા વજનને લઈને ચર્ચમાં છે. કેટલાક લોકો તેને જાડી કહીને ચીડવે પણ છે. ત્યારે અભિનેત્રીનુ કહેવુ છે કે લોેકો મને જાડી કહે તેમાં કોઈ વાંધો નથી. પરંતુ મને એ વાત બિલકુલ પસંદ નથી કે લોકો મારી બોેડી પર કોઈ કોેમેન્ટ કરે છે. વિદ્યાનુ કહેવુ છે કે આપણને કોઈ અધિકાર નથી કે કોઈના દેખાવ પર કોમેન્ટ કરીએ.

વિદ્યાએ જણાવ્યુ હતુ કે મને લાગે છે કે આજના સમયમાં લોકો બોડીને લઈને ખુબ જ ઝનુની છે. મારી સાથે આવુ ઘણી વખત બન્યુ છે. જ્યારે લોકો મને ખુશ જુવે છે ત્યારે મુઝવણમાં મુકાઈ જાય છે. જ્યારે એક મહિલા તરીકે તમે સફળ હોવ ત્યારે અનેક લોેકો તમને નીચે પાડવા માંગતા હોય છે. પરંતુ હું કોેઈએ આ તક આપતી નથી.

વિદ્યાએ પોતાના લગ્ન જીવન અંગે જણાવ્યુ હતુ કે લગ્ન બાદ હું ફિલ્મોમાં કામ કરતી ન હતી. તેમ છતાં મને ફિલ્મોની ઓફર મળતી હતી. તેથી મેં ફિલ્મોમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. વિદ્યાએ ઉમેર્યુ હતુ કે સમય બદલાઈ રહ્યો છે. હવે લગ્ન કે માતા બન્યા બાદ મહિલાનુ જીવન પુર્ણ નથી થઈ જતુ. અભિનેત્રીઓની કાર્કિદીની ઉમેરમાં પણ પરિવર્તન આવી રહ્યુ છે. હવે ફિલ્મોમાં મોટી ઉમરની અભિનેત્રીઓ માટે પણ ભુમિકા હોય છે. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.