એક્ટીંગથી અલગ મારી એક અંગત જીંદગી છે: અભિનેત્રી વિદ્યા બાલન

એક્ટીંગ એ મારુ કામ છે અને હું તેને શક્ય તમામ રીતે સારુ કરવા પ્રયત્ન કરુ છું : અભિનેત્રી વિદ્યા બાલન
By: admin   PUBLISHED: Thu, 09 Nov 2017 16:12:17 +0530 | UPDATED: Thu, 09 Nov 2017 16:12:35 +0530

વિદ્યા બાલને જણાવ્યુ અંગત જીવનનુ મહત્વ

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન પોતાની લોકપ્રિયતાનો દરેક ક્ષણે આનંદ ઉઠાવે છે. જોકે, એક્ટીંગને તે હજી પણ એક કામ જ ગણે છે અને પોતાના અંગત જીવન પર તેને હાવી થવા દેતી નથી. નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રીએ જણાવ્યુ હતું કે હું નથી ઈચ્છતી કે મારી લોકપ્રિયતા મારા અને મારા પરિવારના અંગત જીવનમાં કોઈ અસર કરે.

વિદ્યા બાલને જણાવ્યુ હતું કે મેં ખૂબ જ સ્ટારડમ જોયુ છે. મેં સ્ટારડમથી મળતો આનંદ પણ ઉઠાવ્યો છે. પરંતુ અંતમાં મારુ માનવુ છે કે અભિનય એક કામ જ છે અને મારે શક્ય તમામ પ્રયત્ન રહે છે કે હું મારુ કામ સારી રીતે કરુ. જોકે તેમ છતા હું તેને મારા અંગત જીવનમાં હાવી થવા દેતી નથી. વિદ્યાએ જણાવ્યુ હતું કે સિદ્ધાર્થ (મારા પતિ) કોઈ અભિનેતા નથી. હું તેમની સાથે એ પ્રકારનુ વર્તન ન કરી શકું જે પ્રકારનુ ફિલ્મના સ્ટેજ પર કરું છું. મારે પોતાની અંગત જીંદગીનુ ધ્યાન રાખવુ જરૂરી છે. કારણકે મારા પરિવારના લોકો કલાકાર નથી, તેઓ પોતાની અંગત જીંદગીનો આનંદ માણવા ઈચ્છે છે.

મહત્વનુ છે કે ૨૦૦૫માં પરિણીતા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર વિદ્યા બાલન અનેક સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમજ તેની ગણના અત્યારે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.