મોદીની નીતિઓના કારણે કંપની દેવામાં ડુબી : વીડિયોકોન

મોદીની સાથે-સાથે કંપનીએ સુપ્રીમ કોર્ટ અને બ્રાઝિલ પર પણ લગાવ્યા આરોપઃ નોટબંધીને જવાબદાર ઠેરવી
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:55:06 +0530 | UPDATED: Fri, 15 Jun 2018 18:07:24 +0530

વીડિયોકોનનો ગંભીર આરોપ

દેવાના ડુંગર નીચે દબાયેલ વીડિયોકોન ગ્રુપે પોતાના પર થયેલ ૩૯ હજાર કરોડ રુપિયાના દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને જવાબદાર ઠેરવી છે. એટલુ જ નહીં કંપની તરફથી પીએમ મોદીની સાથે સાથે સુપ્રીમ કોર્ટ અને બ્રાઝિલને પણ આ મામલે જવાબદાર ગણાવાયુ છે.

એક રીપોર્ટ મુજબ કન્ઝ્‌યુમર એપ્લાયન્સિસ બનાવતી કંપની વીડિયોકોને પોતાના સૌથી મોટા લોન માટે આ લોકોને જવાબદાર ગણાવ્યા છે. વીડિયોકોને પોતાના પર થયેલા દેવા માટે પીએમ મોદીના સૌથી મોટા નિર્ણય નોટબંધીને જવબાદર ગણાવ્યુ છે. વીડિયોકોન તરફથી કહેવામાં આવ્યુ છે કે નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન મોદીએ નોટબંધીનો નિર્ણય કર્યો, જેનાથી કૈથોડ રે ટ્યુબ (સીઆરટી) ટેલીવિઝન્સ બનાવવા માટે વપરાતી હતી, જે સંપૂર્ણ રીતે ઠપ થઈ છે. જેના કારણે કંપનીને ઘણુ નુકશાન થયુ. કંપનીએ પોતાનો વેપાર પણ તેનાથી બંધ કરવો પડ્યો છે.

સુપ્રીમ કોર્ટ અંગે કંપનીએ જણાવ્યુ કે, સુપ્રીમ કોર્ટે લાઈસન્સ રદ્દ કરવાના પરિણામે ટેલીકોમ્યુનિકેશનનો વેપાર બંધ થઈ ગયો છે. જેની નકારાત્મક અસર ગ્રુપની બેલેન્સશીટ પર જોવા મળી. બીજીબાજુ બ્રાઝિલ પર આરોપ લગાવતા વીડિયોકોન કંપનીએ જણાવ્યુ હતું કે, બ્રાઝિલમાં કંપનીના તેલ અને ગેસનો વેપાર રેડ ટેપ નીતિના કારણે ડુબી જવાની સ્થિતિ પર પહોંચ્યો છે. મહત્વનુ છે કે વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ દેવાળિયુ ફુંકાવાના કાયદા હેઠળ સુનાવણી શરુ કરવામાં આવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.