વડોદરામાં વિદ્યાર્થીઓને ૧૬ જુન સુધીમાં મળનાર નોટબુક હજી નથી મળી : વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડ્યુ

વિદ્યાર્થીઓને નોટબુકનુ વિતરણ ન થતા વિપક્ષે યોજ્યા ધરણા
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:25:44 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:25:44 +0530

નગરપ્રાથમિક શિક્ષણની ગંભીર બેદરકારી

નગર પ્રાથમિક શિક્ષણ  સમિતિના કોંગ્રેસના સભ્ય નરેન્દ્ર જયસ્વાલ અને આરએસપીના નલિન મેહતાએ થોડા દિવસ અગાઉ નિવેદન આપી આરોપ લગાવ્યો હતો કે, સમિતિની ઉપસમિતિમાં મંજુર કર્યા બાદ ૧.૧૨ લાખ નોટબુકનો ઓર્ડર ૧૧ જુનના રોજ આપવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી નોટબુકનુ વિતરણ બાકી છે.  શહેરના મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી સામે આવી છે. આ વિદ્યાર્થીઓને હજુ સુધી નોટબુક નથી મળી.

૧૬ જુન સુધીમાં મળનાર નોટબુક આજ દિન સુધી આપવામાં આવી નથી.  જેને લઈને વિપક્ષના સભ્ય આજે ધરણા પર ઉતરી ગયા હતા અને વિદ્યાર્થીઓને વહેલી તકે નોટબુકનુ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૧ લાખ ૧૨ હજાર ૬૦૭ નોટબુક વિદ્યાર્થીઓને આપવાની હતી. જેના માટે ૨૦ લાખ રુપિયા ફાળવવામાં આવ્યા હતા. જોકે હજી સુધી નોટબુક ન મળતા વિપક્ષના સભ્યોએ આજે ધરણા પર ઉતરી વિદ્યાર્થીઓને ઝડપથી નોટબુકનુ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વિદ્યાર્થીઓને નોટબુક ન મળતા આજે વિપક્ષના સભ્યો જે જગ્યાએ નોટબુકો રાખવામાં આવી છે તે રુમની બહાર ધરણા પર ઉતરી ગયા હતા. શિક્ષણ સમિતિએ અમદાવાદની નવ્યા પેપર કંપનીને નોટ બનાવવાનુ કામ સોંપ્યુ છે. જોકે આજ દિન સુધી નોટો વિદ્યાર્થીઓને મળી નથી જેના કારણે સમગ્ર યોજના ફેલ ગઈ હોવાનો પણ વિપક્ષ આક્ષેપ કરી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.