અમેરિકામાં વાવાઝોડુ ફ્લોરેન્સ તટ પર પહોંચ્યું,1 હજાર ફ્લાઇટ રદ કરાઇ

અમેરિકાના કેરોલિનાના કિનારે વાવાઝોડુ પહોંચ્યું હતું
By: Monika Vyas   PUBLISHED: Fri, 14 Sep 2018 12:46:34 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 12:46:34 +0530


કેરોલીના

અમેરીકામાં ખતરનાક ફ્લોરેન્સ વાવાઝોડુ ઇસ્ટ કોસ્ટ પર આવેલાં કેરોલિના તટ પાસે પહોંચ્યું છે. વાવાઝોડાના કારણે હજારો લોકોના ઘરો વીજળી વિહોણાં થયાં છે.અધિકારીઓએ ચેતવણી આપી છે કે વાવાઝોડાના કારણે મોટુ નુકશાન થઈ શકે છે. આ વાવાઝોડામાં ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ફુંકાઈ રહી છે.

એટ્‌લાન્ટિકામાં ઉદ્‌ભવેલ ફ્લોરેન્સ વાવાઝોડુ આજે કેરોલિના દરીયાકાંઠે પહોંચતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ.કેરોલિનાના દરીયાકાંઠાના વિસ્તાર ખાલી કરાવામાં આવ્યા છે. શેરીઓ અને રોડ સૂમસામ જોવા મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફ્લોરેન્સની વાસ્તવિક અસર હવે જોવા મળી રહી છે.

અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટરે ચેતવણી આપતાં કહ્યું છે કે ભારે વરસાદ અને સ્પીડમાં ફુંકાતા પવનના કારણે વાવાઝોડુ એકદમ ભયજનક બન્યું છે.

હવાઇ તુફાનને પગલે આ વિસ્તારમાં આશરે એક હજારથી વધુ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે. તટીય વિસ્તારમાં મોટાભાગના એરપોર્ટ બંધ કરી દેવાયા છે. અમેરિકાના પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ અને સાઉથ કેરોલિના અને વર્જિનિયા માટે ઈમરજન્સી જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, સંઘીય સરકાર ફ્લોરેન્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે. પૂર્વી તટ ઉપર ૫૪ લાખથી વધુ લોકોના ઘર છે. ચેતવણી આપવા છતા અહીં અનેક લોકો રહી રહ્યા છે જો કે અનેક લોકો કોઈ ખતરો લેવા માંગતા નથી. વાવાઝોડામાં દરેક તરફ દહેશતનો માહોલ છે. અનેક રેસ્ટોરન્ટ અને બાર હજી ખુલ્લા હોવાથી તંત્રએ તેને બંધ કરવા તાકીદ કરી દીધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.