ભારત વિદેશ મુદ્રાનીતિ પર હવે નજર રાખશે અમેરિકા

ભારત સહિત છ દેશો પર ચલણ નીતિમાં રમત રમી વેપારીક ફાયદો ઉઠાવવાનો આરોપ : ખાસ નજર રખાશે
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 21:48:33 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 21:48:33 +0530

ભારત સહિત છ દેશોની યાદી તૈયાર

અમેરિકાએ ભારત સહિત ૬ દેશોનો એ યાદીમાં સમાવેશ કર્યો છે જેમની વિદેશી હુંડિયામણની લેવડ દેવડ પર નજર રાખવાની છે. અમેરિકાના જણાવ્યા મુજબ, તેઓ એવા દેશોની યાદી તૈયાર કરવા માંગે છે જેઓ પોતાના ચલણનો કથિત રીતે ખોટો ઉપયોગ કરે છે તેમજ તેનાથી વેપારીક ફાયદો ઉઠાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત ચીન, જાપાન, જર્મની, કોરીયા, સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ કરાયો છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા આ યાદી તૈયાર કરાઈ છે.

નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે, આ યાદી તૈયાર કરવાનો ઉદ્દેશ્ય માત્ર નાણાંકીય લેવડ દેવડ પર નજર રાખવાનો છે. આ યાદીમાં એવા દેશોનો જ સમાવેશ કરાયો છે જે અમેરિકા સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. આ યાદી મારફતે અમેરિકા આ તમામ છ દેશની મુદ્રાનીતિ પર નજર રાખશે. આ નજર રાખળાનુ કામ આગામી ઓક્ટોબર મહિનાથી શરુ કરાશે.

યાદી તૈયાર કરવાના ઉદ્દેશ્ય અંગે નાણાં વિભાગના અધિકારીએ જણાવ્યુ કે અમે ખોટી નાણાં નીતિનો વિરોધ કરીએ છીએ અને વેપારને પ્રોત્સાહન આપવા માટે સુદ્રઢ પોલીસી બનાવવા પર ભાર આપીએ છીએ.

અમેરિકાના નિવેદન મુજબ તેઓ આવા દેશોને સંદેશ આપવા માંગે છે કે જેઓ બનાવટી રીતે પોતાના દેશના ચલણના વેલ્યુમાં વધારો-ઘટાડો કરી વેપારમાં લાભ ઉઠાવે છે. એક્સચેંજ રેટ ઘટાડી સસ્તી આયાત કરવી તેનુ ઉત્તમ ઉદાહરણ છે. આ અંગે ગત વર્ષથી વાતચીત ચાલી રહી હતી. ત્યારે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સ્પષ્ટ કર્યુ હતું કે અમેરિકાએ ભારત પર નાણાંકીય ગડબડનો આરોપ ન લગાવવો જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.