પાકિસ્તાનને સબક શિખવાડવા સેનામાં સામેલ થશે અપાચે હેલિકોપ્ટર

૬ અત્યાધુનિક બોઈંગ એચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટર આપવાના પ્રસ્તાવને અમેરીકાએ મંજુરી આપી દીધી
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 19:41:22 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 19:41:22 +0530

અમેરિકાએ ડીલની આપી મંજુરી

એલઓસી પર પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યુ છે.જેમાં અત્યાર સુધી કેટલાય ભારતીય જવાનો શહિદ થઈ ચુક્યા છે. જોકે ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનો પરસેવો છુટી જતો હોય છે. પાકિસ્તાનના રેંજર્સ ભારતીય ઓફિસરોને ફોન કરી ગોળીબાર રોકવા માટે રોતડા રડતા હોય છે.  ત્યારે હવે અમેરિકાએ ભારત સાથે રક્ષા સંબંધ વધુ મજબુત કરતા પોતાના ૬ અત્યાધુનિક બોઈંગ એચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટર આપવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.

આ હેલિકોપ્ટર ભારતીય સેનામાં સામેલ થતાની સાથે જ પાકિસ્તાનની સેનાના હોંશ ઉડી જશે. આનાથી ભારતની તાકાતમાં વધુ વધારો થશે. આ હેલિકોપ્ટર દુનિયામાં શ્રેષ્ઠ એટેક હેલિકોપ્ટર માનવામાં આવે છે.  આ સાથે જ અમેરિકી વિદેશ વિભાગે ૪ એએન/એપીજી-૭૮ ફાયર કંટ્રોલ રડાર, ૧૮૦ એજીએમ-૧૧૪એલ-૩ હેલફાયર લાંગબો મિસાઈલ, ૯૦ એજીએમ-૧૧૪આર-૩ હેલફાયર ટુ મિસાઈલ, ૨૦૦ સ્ટ્રીંગર બ્લોક વન-૯૨ એચ મિસાઈલ, એમ્બેડેડ જીપીએસ ઈંટીરીયલ નેવિગેશન સિસ્ટમ, ૩૦ એમએમ કેનન, ટ્રાંસપોર્ડર, સિમુલેટર, ટ્રેનિંગ ઈક્વિમેંટ આપવા પણ તૈયારી દર્શાવી છે. આ સમગ્ર સામાન ખરીદી પાછળ કુલ ૯૩૦ મિલીયન ડોલરનો ખર્ચ થશે.

મહત્વનુ છે કે, અપાચે હેલિકોપ્ટરને બોઈંગ કંપની બનાવે છે. આ કંપનીની સાથે દેશની ટાટા ગ્રુપની ભાગીદારી પણ છે. બન્ને કંપનીઓ મળીને ભારતમાં હેલિકોપ્ટરનુ નિર્માણ કરી રહી છે. અમેરિકાના રક્ષા વિભાગે આ ડીલની પુષ્ટી કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.