યુપી-ઉત્તરાખંડ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને ૫૦

આક્રમક કાર્યવાહીનો દોર હાથ ધરવામાં આવ્યો : દરોડા વેળા ૪૦૦ લીટર શરાબનો જથ્થો કબજે : ૩૦ ઝડપાયા
By: admin   PUBLISHED: Sat, 09 Feb 2019 23:56:40 +0530 | UPDATED: Sat, 09 Feb 2019 23:57:18 +0530

હજુ પણ ૬૦થી વધુ લોકોની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ઝેરી શરાબ પીવાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા વધીને હવે એકલા ઉત્તરપ્રદેશમાં ૩૬ ઉપર પહોંચી ચુકી છે. શુક્રવારના દિવસે વહીવટીતંત્ર દ્વારા ૨૦ના મોતને સમર્થન આપ્યું હતું. હજુ પણ મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે અને ઘણાની હાલત ગંભીર છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મોતનો આંકડો લઠ્ઠાકાંડના કારણે  ૫૦થી પણ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ ૬૨ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બીજી બાજુ આક્રમક કાર્યવાહીનો સિલસિલો જારી રાખવામાં આવ્યો છે.

સહારનપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક પાંડેએ માહિતી આપતા કહ્યું છે કે, હજુ સુધી ૪૬ લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી ચુક્યા છે જે પૈકી ૩૬ના મોત ઝેરી શરાબના કારણે થયા છે જેમાં સહારનપુરથી સારવાર માટે લાવવામાં આવેલા ૧૮ લોકોનો પણ સમાવેશ થાય છે. સહારનપુર એસએસપી દિનેશકુમારે કહ્યું છે કે, ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. કાર્યવાહીનો દોર આક્રમકરીતે જારી રાખવામાં આવ્યો છે. ઓછામાં ઓછા ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

૨૫ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી ચુકી છે.  હજુ સુધી ૪૦૦ લીટરથી વધારે ગેરકાયદે શરાબનો જથ્થો જબ્ત કરવામાં આવી ચુક્યો છે. દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.સહારનપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ઉમાહી ગામમાં ઝેરી શરાબના કારણે આ લઠ્ઠાકાંડનો બનાવ બન્યો હતો. વહીવટીતંત્રએ મૃતકોના પરિવારના સભ્યોને બે-બે લાખ રૂપિયા અને ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે.

આ પહેલા ગુરુવારના દિવસે ઝેરી શરાબ પીવાથી ૧૦ લોકોના મોત થયા હતા. આનો મતલબ એ થયો કે, સપ્તાહના ગાળામાં જ ઝેરી શરાબથી ૬૦થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી બાજુ પોલીસ તંત્રએ કાર્યવાહી કરીને મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે.  એક  આબકારી નિરીક્ષક સહિત ૯ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શરાબના મોતના મામલામાં પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે કે, કુશીનગર અને સહારનપુરમાં શરાબનો જે જથ્થો લાવવામાં આવ્યો હતો તે જથ્થો બિહાર અને ઉત્તરાખંડનો હતો. કુશીનગરથી ડીજીપી હેડક્વાર્ટર્સને માહિતી આપવામાં આવી છે કે, આ બાબતમાં પુરતા પુરાવા મળ્યા છે કે, બિહારના ગોપાલગંજથી ઝેરી શરાબ કુશીનગર પહોંચી હતી. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, ઉત્તરાખંડના રુરકીના એક વિસ્તારથી સહારનપુરમાં ઝેરી શરાબનો જથ્થો પહોંચ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.