બેરોજગાર યુવકોને કોંગ્રેસ આપશે બેરોજગારી ભથ્થુ

કોંગ્રેસે ૧૪ સપ્ટેમ્બરથી તાલુકા સ્તરે બેરોજગાર યુવકોની નોંધણી શરુ કરવાની જાહેરાત-ચુંટણી અભિયાન શરુ
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:27:31 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:28:27 +0530

રાજ્યમાં ભાજપના શાસનમાં સતત બેરોજગારી વધી છે. દર વર્ષે ૧૦ લાખ નવા બેરોજગાર ઉમેરાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચુંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે રાજ્યના બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોતાનો પ્રથમ ચુંટણી ઢંઢેરો જાહેર કરતા કોંગ્રેસે વચન આપ્યુ છે કે જો તેઓ સત્તા પર આવશે તો ધોરણ-૧૨ પાસ કરેલ હોય તેવા તમામ બેરોજગાર યુવાનોને ૩ હજાર, ગ્રેજ્યુએશન કરેલ હોય તેવા બેરોજગાર યુવાનોને ૩૫૦૦ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોય તેવા બેરોજગાર યુવાનોને ૪૦૦૦ રૂપિયા પ્રતિ મહિને બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.

નવસર્જન યુવા રોજગાર અભિયાન નામે આ ચુંટણી ઢંઢેરો જાહેર કરતા કોંગ્રેસે જણાવ્યુ હતું કે, ગુજરાતની ભાજપ સરકાર રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. આજે ગુજરાતમાં ૧૦ લાખથી વધુ યુવાનો સરકારી ચોપડે બેરોજગાર છે. જ્યારે સરકારી ચોપડે ન નોંધાયેલ હોય તેવા બેરોજગાર યુવકોની સંખ્યા પણ ૨૦ લાખથી વધુ છે. આમ રાજ્યમાં ૩૦ લાખથી વધુ બેરોજગાર યુવકો છે. 

એટલુ જ નહીં સરકાર ફિક્સ પગારમાં રાજ્યના યુવકોને નોકરી પર રાખીને તેમનુ આર્થિક, માનસિક અને સામાજિક શોષણ કરી રહી છે.  કોંગ્રેસ દ્વારા ૧૪ સપ્ટેમ્બરથી તાલુકા મથકોએ રાજ્યના બેરોજગાર યુવકોની નોંધણી કાર્યક્રમ શરુ કરવામાં આવશે, જે પાંચ દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત કોંગ્રેસે યુવકોને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે દરેક યુવકને સ્માર્ટફોન આપવાનુ પણ વચન આપ્યુ છે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહે જણાવ્યુ હતું કે કોંગ્રેસ યુવાનોને રોજગારી આપવાના સંકલ્પ સાથે આ વખતની ચુંટણી લડી રહી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.