કોંગ્રેસ સાંસદની આશ્રમ શાળામાં ૨ બાળકીના ભેદી મોત

રોજકુવા આશ્રમ શાળામાં બે વિદ્યાર્થીનીઓના ભેદી રીતે મોત : પોસ્ટમોર્ટમ ન થતા મૃત્યુ અંગે રહસ્ય
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 02:31:32 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 02:31:32 +0530

છોટાઉદેપુરમાં સામે આવી ઘટના

છોટાઉદેપુરમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાઠવાની આશ્રમ શાળામાં એક સાથે બે બાળકીઓના ભેદી મોત થતા વિવાદ થયો છે. છોટાઉદેપુર જિલ્લાની રોજકુવા આશ્રમ શાળામાં બે વિદ્યાર્થીનીઓના ભેદી રીતે મોત નિપજ્યા હતા. પરંતુ મૃત બાળકીઓના પોસ્ટમોર્ટમ ન થતા મૃત્યુનુ રહસ્ય રહસ્ય જ રહી ગયુ છે. માત્ર અડધા કલાકમાં જ ભેદી સંજોગોમાં ધોરણ ત્રણ અને ધોરણ ચારમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓના ભેદી સંજોગોમાં મોત થયા હતા.

મિઠાલી ગામની અને આશ્રમ શાળામાં રહીને ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી રક્ષા રાઠવાને ગત શુક્રવારે વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ અચાનક આંખે દેખાતુ ન હોવાની ફરીયાદ કરતા આશ્રમ શાળા સંચાલકો વિદ્યાર્થીનીને તાત્કાલિક છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ દવાખાનામાં ડોક્ટર કોઈ સારવાર આપે તે પૂર્વે જ વિદ્યાર્થીનીનું મોત થયુ હતું. 

ઘટનાની જાણ થતા દવાખાને દોડી આવેલા વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોતાની દીકરીના મૃતદેહનો મલાજો જાળવવા પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. એક વિદ્યાર્થીનીના મોતની આ ઘટનાના અડધા કલાકમાં જ ખજુરીયા ગામની અને આશ્રમશાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થીનીની અચાનક હાલત ગંભીર થઈ હતી. જેને પણ આશ્રમશાળાના અન્ય શિક્ષકો સારવાર અર્થે બાઈક ઉપર લઈ જતા હતા તે સમયે સારવાર મળે તે પૂર્વે જ તેનુ પણ ભેદી રીતે મોત નિપજ્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.