ટ્રમ્પના દબાણ છતા ચીનની નિકાસમાં કોઈ અસર નહીં

યુએસ તરફથી ચીનના ૩૪ અબજ ડોલરની આયાત પર ટેક્સ વધારાના નિર્ણય બાદ તેની નિકાસમાં વધારો થયો
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:16:41 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:16:41 +0530

ટ્રેડ વોર બાદ પણ ચીનની નિકાસ વધી

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટ્રેડવોરની જાહેરાત બાદ અને ટેરીફમાં વધારો કરવાથી ચીનના બિઝનેસ પર કોઈ અસર પડી નથી.  અમેરીકા તરફથી ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ પણ જુલાઈમાં ચીનની નિકાસમાં વધારો થયો છે. બન્ને દેશો વચ્ચે ચાલતા ગ્લોબલ ગ્રોથ પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ચીનના ગ્રોથ પર આની કોઈ અસર જોવા નથી મળી. તેમજ નિકાસમાં વધારો થયો છે. ચીન તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, અમેરીકા તરફથી ચીનના ૩૪ અબજ ડોલરની આયાત પર ટેક્સ વધારવાના નિર્ણય બાદ પણ તેની નિકાસમાં વધારો થયો છે.

અમેરીકા તરફથી વધેલો ટેક્સ ૬ જુલાઈથી લાગુ થયો હતો. ચીન તરફથી જાહેર ડેટા અનુસાર જુલાઈમાં ગત વર્ષનના મુકાબલે નિકાસ ૧૨.૨ ટકાના દરે વધી છે. આનાથી સાબિત થાય છે કે અમેરીકા તરફથી ટેરીફ વધારાની કોઈ ખાસ અસર નથી થઈ. 

એટલુ જ નહીં જુનમાં થયેલ ૧૧.૨ ટકાના મુકાબલે આંકડો એક ટકા વધ્યો છે. તેમજ અમેરીકા તરફથી ટેક્સ વધાર્યા બાદ પણ ચીન બિઝનેસમાં તેની સાથે સારી એવી સરપ્લસની સ્થિતિમાં છે. જુનમાં અમેરીકાના મુકાબલે ચીન ૨૮.૯૭ ડોલરના સરપ્લસ પર હતુ, પરંતુ જુલાઈમાં આ આંકડો સામાન્ય ઘટાડા સાથે ૨૮.૦૯ ડોરના લેવલને પાર કરી ગયો.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને આ સરપ્લસને લઈ ઘણીવાર ચીનને જણાવ્યુ કે, તેણે આ સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ.  આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ચીન પર દબાણ કરવાના હેતુસર ૨૩ ઓગસ્ટથી ૧૬ અબજ ડોલરના સામાન પર ૨૫ ટકા સુધી ટેક્સ કલેક્ટ કરવાનો નિર્ણય લીધો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયને ચીનના વાણિજ્ય મંત્રાલયે અવ્યવહારિક ગણાવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.