બે ટ્રકને આંતરીને ચલાની લુંટ : એક ડ્રાઈવરની હત્યા

બન્ને લુંટની ઘટનાઓને એક જ ગેન્ગે અન્જામ આપ્યો હોવાની આશંકા : પોલીસે નાકાબંધી કરીને તપાસ પ્રારંભી
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:43:40 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:43:40 +0530

મોરબી-માળિયા રોડ પર લુંટારુઓનો આતંક

મોરબી-માળિયા હાઈવે પર લૂંટારાઓએ આતંક મચાવતા બે ટ્રકોને આંતરીને રોકડ રકમ સહીતની લુંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ વડોદરાથી ભુજ તરફ જઈ રહેલ એક ટ્રકને માળિયા નજીક આશિષ હોટલ પાસે દશ જેટલા લૂંટારાઓએ આંતરી હતી.

આ લુંટાકાઓએ ટ્રક ડ્રાઈવર અને ટ્રકમાં બેઠેલ અન્ય લોકોને અંધારામાં લઈ જઈને મારમારી રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સામાનની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન આજ રોડ પર વાઘરવા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકને પણ લુંટારાઓએ આંતરી હતી. તેમજ ટ્રક ચાલકને બંધક બનાવીને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. લુંટારાઓએ ટ્રક ચાલક સુખરામભાઈને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. જેના કારણે સુખરામભાઈનુ ઘટના સ્થેળે જ મોત થયુ હતુ. તેમજ લુંટારાઓ તેમની પાસે રહેલ રોકડ રકમ લુંટીને ફરાર થઈ ગયા હતા.

આ લુંટણાં રોકડ કરમ કેટલી હતી તે હજી સ્પષ્ટ થયુ નથી. જો કે ઘટનાની માહીતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લુટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે. જો કે હજી સુધી લુંટારાઓ હાથમાં આવ્યા નથી. આ બન્ને લુંટની ઘટનાઓ એક જ ગેન્ગ દ્વારા પાર પાડવામાં આવી હોવાની પોલીસને શંકા છે. ત્યારે પોલીસે હાઈવે પરથી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.