નિકાહ સમયે જ નક્કી કરી લેવાશે ટ્રીપલ તલાકનો મુદ્દો

નિકાહ સમયે બન્ને પક્ષ પરસ્પર સહમતિથી જરુર પડે ટ્રીપલ તલાકના ઉપયોગ સંબંધિત સ્પષ્ટતા કરી શકશે
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 22:52:43 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 22:52:43 +0530

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મુક્યા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ હવે નિકાહ સમયે જ કાજિઓ અને ધર્મગુરુઓના માધ્યમથી વરવધુ પક્ષને પરસ્પર સહમતિથી એ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવશે કે આ સંબંધ તોડવાનો થાય તો ટ્રીપલ તલાકનો સહારો લેવો કે નહીં. 

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સ્પષ્ટ કરાયુ છે કે તેઓ કોર્ટના નિર્ણયનુ સન્માન કરે છે અને ટ્રીપલ તલાક મામલે લોકોમાં જાગૃતિ લાવવાનુ કામ કરશે. બોર્ડે આ સંદર્ભે એક સમિતિની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ બેઠકમાં કેટલાક અન્ય મહત્વના નિર્ણય લીધા. જેમાં નિકાહ સમયે ટ્રીપલ તલાક સંબંધિત નિર્ણય કરી લેવો તે મુખ્ય છે.

બોર્ડના એક ટોચના પદાધિકારીએ જણાવ્યુ હતું કેએ ઉત્તમ છે કે લગ્ન સમયે જ બન્ને પરિવારો વચ્ચે એ નક્કી થઈ જાય કે લગ્ન તુટવાની સ્થિતિ જો સર્જાય તો ટ્રીપલ તલાકનો ઉપયોગ કરવો કે નહીં. લોકો માટે ચલાવવામાં આવનાર જાગૃતિ અભિયાનમાં પણ આ વાતને જાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાક પર સ્પષ્ટ સ્ટે મુક્યો છે. જેથી હવે લોકો માટે એ વાત વધુ સલામત રહેશે કે તેઓ લગ્ન પહેલા ટ્રીપલ તલાકનો ઉપયોગ ન કરવા અંગે સ્પષ્ટતા કરી લે. બોર્ડના સભ્ય કમાલ ફારુકે જણાવ્યુ હતું કે અમે આગામી દિવસોમાં મોટાપાયે ટ્રીપલ તલાક સામે લોકોમાં જાગૃતિ આવે અને લોકો આ પ્રથાને ત્યજી દે તે માટે જાગૃતિ અભિયાન ચલાવીશું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.