નણંદોઈ અને પતિએ મળીને કરી હતી પરિણીતાની હત્યા

પરિણીત મહિલાને હથોડીના ઘા ઝીંકી બાદમાં જીવતી સળગાવાઈ હતી : પતિની ધરપકડ, નણંદોઈ થયો ફરાર
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:35:33 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:35:33 +0530

હિમ્મતનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો

હિમ્મતનગરના સરવણા ગામની સીમમાંથી એક સપ્તાહ પહેલા યુવતીની બળેલી હાલતમાં મળી આવેલ લાશના ગુનાનો પોલીસે આખરે ભેદ ઉકેલી દીધો છે. આ યુવતિના પતિ અને તેના નણંદોઈએ તેને જીવતી સળગાવી દઈ હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.  હિમ્મતનગરમાં રહેતા અને મોબાઈલ રીપેરિંગનો ધંધો કરતા ભરત સોનીએ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા તેના બનેવી હંસરાજ સોનીના પડોશમાં રહેતી જુહી નામની યુવતિ સાથે એક મહિના અગાઉ લગ્ન કર્યા હતા.

એક મહિનાના લગ્નગાળામાં જ પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો રહેતો હોવાના કારણે ભરત સોની જુહીથી કંટાળી ગયો હતો. રોજના ઝઘડાના કારણે ભરત તેના બનેવી હંસરાજને મળ્યો હતો અને જુહીનું કાસળ કાઢી નાખવાની યોજના ઘડી હતી.

યોજના મુજબ બન્ને સાળા-બનેવીએ જુહીને બાડમેર લઈ જવાનુ કહી કારમાં બેસાડી હતી અને જુહીને બન્ને લોકોએ હિમ્મતનગર નજીક આવેલ સરવણા ગામની સીમમાં લઈ જઈ હથોડીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધી હતી. એટલુ જ નહીં તેમણે જુહીની બેગ અમદાવાદ આવી સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી. પોલીસને અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આ દિશામાં ઝીણવટભરી તપાસ કરી હત્યાના ગુનાનો પર્દાફાશ કરવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે હવે આખરે પોલીસે આ મામલે જુહીના પતિ ભરતની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેના બનેવીની શોધખોળ હાથ ધરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.