હવે પોલીસને નહીં બતાવવુ પડે ડ્રાઈવિંગ લાઈસન્સ

ટ્રાફિક પોલીસને લાઈસન્સ કે અન્ય કાગળો નહીં બતાવવા પડે માત્ર મોબાઈલમાં રહેલ ઈ-કોપી જ આ માટે પર્યાપ્ત
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 12:48:57 +0530 | UPDATED: Sat, 11 Aug 2018 17:13:06 +0530

પરિવહન મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

પોતાના ખાનગી વાહન પર મુસાફરી કરતા લોકો માટે કેન્દ્રની મોદી સરકાર તરફથી એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે વાહનચાલકે ટ્રાફિક પોલીસને પોતાનુ ડ્રાઈવીંગ લાઈસન્સ અને અન્ય દસ્તાવેજોની ઓરીજીનલ કોપી બતાવવાની જરુર નહીં પડે, જોકે વાહનચાલકે મોબાઈલમાં રહેલ દસ્તાવેજની ઈ-કોપી ટ્રાફિક પોલીસને બતાવવી પડશે. કેન્દ્રએ રાજ્યના પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસને આદેશ આપ્યો છે કે તે વેરીફિકેશન માટે દસ્તાવેજોની ઓરીજીનલ કોપી ન માંગે. 

જોકે આ માટે તમારે કેન્દ્ર તરફથી શરુ કરવામાં આવેલ ડિઝિલોકર અથવા તો પરિવહન મંત્રાલયના એમપરિવહન પ્લેટફોર્મ પર પોતાની ડિટેઈલ્સ નાખવી પડશે. આઈટી એક્ટના કાયદાનો હવાલો આપતા પરિવહન મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્યોના પરિવહન વિભાગોને જણાવ્યુ કે, ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરીજીનલ કોપી વેરીફિકેશન માટે ન લેવામાં આવે.

મંત્રાલય તરફથી જણાવાયુ છે કે, ડિઝિલોકર કે એમપરિવહન એપ પર વર્તમાન દસ્તાવેજની ઈલેક્ટ્રોનિક કોપી આ માટે માન્ય રહેશે. આનો મતલબ એ છે કે ટ્રાફિક પોલીસ હવે પોતાની પાસે હાજર મોબાઈલથી ડ્રાઈવર કે વાહનની જાણકારી ડેટાબેસથી કાઢીને ઉપયોગ કરી શકે છે. તેણે ઓરીજિનલ દસ્તાવેજ લેવાની જરુર નહી રહે. મંત્રાલય તરફથી જણાવાયુ છે કે, ડિઝિલોકર કે એમપરિવહન એપ પર રહેલ દસ્તાવેજની ઈલેક્ટ્રોનિક કોપી (ઈ-કોપી) આ માટે માન્ય ગણાશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.