પશ્વિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્યની હત્યા,FIRમાં ભાજપના નેતાનું નામ

ટીએમસીના ધારાસભ્ય સત્યજીત બિશ્વાસની ગોળી મારીને હત્યા કરાઇ હતી.
By: Monika Vyas   PUBLISHED: Sun, 10 Feb 2019 13:15:58 +0530 | UPDATED: Tue, 12 Feb 2019 17:19:46 +0530

 

કોલકત્તા

પશ્ચિમ બંગાળમાં ત્રીનુમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત બિશ્વાસની હત્યાના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ આ હત્યાનું કારણ ખબર નથી પડી ત્યાં તો ટીએમસીની નેતાઓ આ હત્યા માટે ભાજપ અને નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે.

વેસ્ટ બંગાળના જેલ મંત્રી ઉજ્જવલ બિશ્વાસે સત્યજીતની હત્યા માટે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને જવાબદાર ઠેરાવી દીધા છે.

આ હત્યમાં જે એફઆઇઆર નોંધાઇ છે તેમાં ભાજપના નેતા મુકુલ રોયનું નામ પણ આવ્યું છે.

પશ્ચિમ બંગાળના નદિયા જીલ્લાના કૃષ્ણાગંજ વિસ્તાર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત બિશ્વાસની શનિવારે અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી.સત્યજીત તેમની પત્નિ અને 7 મહિનાના પુત્ર સાથે પોતાના મત વિસ્તાર ફુલબારીમાં સરસ્વતી પુજા કાર્યક્રમમાં  ગયા હતા ત્યાં હુમલાખોરોએ તેમની પર આડેધડ ગોળીઓ વરસાવી હતી.

બિશ્વાસની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી. જે બાદ તેઓને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સાથે જ હંસખલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરે પોઈન્ટ બ્લેક રેન્જથી સત્યજીત પર ગોળી ચલાવી હતી. વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરાયાં છે. સત્યજીતના થોડાંક દિવસ પહેલાં જ તેમના લગ્ન થયાં હતા.

જે વિસ્તારથી સત્યજીત વિશ્વાસ ચૂંટાઇને આવ્યા હતા તે નાદિયાના કૃષ્ણાગંજ વિસ્તારમાં મટુઆ સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહે છે.સત્યજીતનો મટુઆ સમુદાયનો પણ ઘણો પ્રભાવ છે.રાજ્યમાં મટુઆ સમુદાયના લોકોની વસતિ 30 લાખ જેટલી છે અને ઉત્તર તથાં દક્ષિણ પરગણાની 5 લોકસભાની સીટ પર આ સમુદાયના લોકોની ખાસી અસર છે.

આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ આ સમુદાયના લોકોને પોતાના તરફ ખેંચવા ઇચ્છે છે.પીએમ નરેન્દ્ર મોદી હમણાં જ 24 પરગણાંનના ઠાકુરનગરમાં મટુઆ સમુદાયના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

ભાજપ તરફથી ટીએમસી પર વારંવાર રાજકીય હુમલાનો આરોપ થઇ રહ્યો છે ત્યારે હવે ટીએમસીના નેતા ભાજપ પર વળતો હુમલો કરી રહ્યાં છે.ટીએમસીના નેતાઓ કહે છે કે આ હત્યા ભાજપ પ્રાયોજીત છે તો સામે પક્ષે હવે ભાજપે પણ આરોપોના મારો શરૂ કરતાં કહ્યું છે કે આ ટીએમસીની અંદરોઅંદરની લડાઇનું પરિણામ છે.ભાજપે આ હત્યાની તપાસ સીબીઆઇ દ્રારા કરાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ 24 પરંગણામાં જયનગરથી ચૂંટાયેલા ધારસભ્ય વિશ્વનાથ દાસની કાર પર કેટલાંક નકાબપોશ હુમલાખોરોએ આડેધડ હુમલા કર્યા હતા જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.રાજ્ય સરકારે આ હત્યાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી છે.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.