ધો-૧૦ની બોર્ડની પરીક્ષાનુ પરિણામ આગામી સપ્તાહે

આજે પ્રિન્ટીંગ, કોમ્યુટર વિભાગ સાથે પરીક્ષા સચિવ અને શિક્ષણ બોર્ડના અધિકારી વચ્ચે ગાંધીનગરમાં બેઠક
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 21:26:00 +0530 | UPDATED: Tue, 15 May 2018 21:26:36 +0530

સામાન્ય પ્રવાહનુ પરીણામ મેનાં અંતમાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેક કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૨૩ થી ૨૮ મે દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ ૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ ૩૦ મે સુધીમાં જાહેર કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલ બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ના ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓને ઉત્તરવાહી ચકાસવાની કામગીરને પુર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે હવે માર્કશીટ અને અન્ય સર્ટી તૈયાર કરવાની કામગીરી આગામી દિવસોમાં હાથધરવામાં આવનાર છે. આ માટે આવતીકાલે પ્રિન્ટીંગ અને કોમ્યુટર વિભાગ સાથે પરીક્ષા સચિવ અને શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગાંધીનગર ખાત એક બેઠક યોજવાના છે.

બેઠકમાં માર્કશીટ અને અન્ય સર્ટી તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવસે. આ કામગરી પુર્ણ થયા બાદ તારીખ ૨૩થી ૨૮ મે દરમિયાન ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. તેમજ જે દિવસે પરિણામ જાહેર કરાશે તે જ દિવસે વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવામાં આવશે. ત્યાર બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની કામગીરી હાથધરવામાં આવશે. તેમજ ૩૦ મે સુધીમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. જે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.