એક્તા કપુરથી નારાજ થયો અભિનેતા સલમાન ખાન

કંગના રણોત અને રાજકુમાર રાવને ચમકાવતી ફિલ્મ મેંટલ હૈ ક્યાના ટાઈટલને લઈ ખાન બ્રદર્સ નારાજ
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 20:55:05 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 20:55:05 +0530

એક્તાની ફિલ્મના ટાઈટલને લઈ નારાજ

એક્તા કપુરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ મેંટલ હૈ ક્યા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનુ વિષય બની છે. ફિલ્મના પોસ્ટરમાં કંગના રણોત અને રાજકુમાર રાવનો લૂક લોકોને ખૂબ જ પસંદ પડ્યો છે. પરંતુ સુત્રોનું કહેવુ છે કે એક્તાએ સલમાન ખાનને નિરાશ કરી દીધો છે. ખાન બ્રદર્સ એટલે કે સોહેલ અને સલમાન ખાન એક્તાની પોતાની આગામી ફિલ્મ માટે મેંટલ  ટાઈટલનો ઉપયોગ કરવાને લઈ નારાજ છે.

સુત્રોના જણાવ્યા મુજબ, સોહેલ ૨૦૧૪ની ફિલ્મ જય હોનુ ટાઈટલ મેંટલ રાખવા માંગતો હતો. તેમજ કબીર ખાને પણ ફિલ્મ ટ્યુબલાઈટનુ નામ મેંટલ રાખવા અંગે વિચાર કર્યો હતો. મેંટલનુ નામ લાંબા સમયથી સોહેલ-સલમાનના મગજમાં હતુ અને તે પોતાની કોઈ ફિલ્મ માટે તેનો ઉપયોગ કરવા માંગતા હતા. પરંતુ હવે એક્તા કપુરે આ નામ રાખી લીધુ છે. એટલે ખાન બ્રદર્સ એક્તા કપુરના આ નિર્ણયથી નારાજ જોવા મળી રહ્યા છે.

એક્તા કપુરે આ અંગે સલમાન કે સોહેલ સાથે વાતચીત પણ કરી નહતી અને પોતાની ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી દીધી. ત્યારે હવે સલમાન અને સોહેલ ખાન એક્તા કપુરના આ વલણથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં એક્તાની આ ફિલ્મનુ ટાઈઠલ બદલવામાં આવે તેવી પણ શક્યતા છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.